________________
ભૂમિકા
૧૯ કે, તેમણે રૂઢિમૂલા, લક્ષણાનો તિરસ્કાર નથી કર્યો કેમ કે, “શ્વેતો બાવતિ” અર્થાત “ધોળિયો દોડે છે” (-ધોળો રંગ નહિ પણ ધોળો કૂતરો કે ઘોડો દોડે છે એમ અર્થ લેવાનો) વગેરે ઉદાહરણમાં રૂઢિમૂલા લક્ષણાને અવકાશ છે તેવું વિશ્વનાથ સ્વીકારે છે. આપણી ગુજરાતી ભાષામાં આપણે “બગાસું ખાધું”, “માર ખાધો”, “માર પડ્યો” “આળસ ખાધી” વગેરે પ્રયોગો કરીએ છીએ એ પણ રૂઢિમૂલા લક્ષણાના જ જાણવાના કેમ કે, અહીં કશું ખવાતું કે પડતું નથી, તેથી મુખ્યાર્થબાધ તો છે જ છે.
વ્યંગ્ય–સૂત્ર ૧/૧૯માં હેમચન્દ્ર વ્યંગ્ય અર્થ, (વ્યંજક શબ્દ અને વ્યંજનાવૃત્તિનો સંદર્ભ) વિચારતાં નોંધે છે કે, “મુખ્યથી ભિન્ન, પ્રતીયમાન થતો (અર્થ) તે “વ્યંગ્ય” છે, (જે) “ધ્વનિ” છે. અલંકારચૂડામણિમાં તેઓ જણાવે છે કે મુખ્ય, ગૌણ અને લક્ષ્યથી ભિન્ન, પ્રતીતિનો વિષય બનતો અર્થ તે “યંગ્ય”.
આ અંશ થોડી ચર્ચા માગી લે છે. અહીં પણ આપણને હેમચન્દ્રની શાસ્ત્રીય નિર્દેશની ઊણપ સાલે છે. સૂત્રમાં જ્યારે તેમણે “મુરદ્ર તિરિ$:” કહ્યું ત્યારે જ તરત તેમને સમજાઈ ગયું હતું જ કે મુખ્યથી જુદો તો “ગૌણ” અને “લક્ષ્ય” પણ છે જ, તેથી વ્યંગ્યના લક્ષણમાં “મુરાદ્ વ્યતિરિજી:” એવી શબ્દપસંદગી પર્યાપ્ત નથી. આથી જ વૃત્તિમાં તેઓ મુખ્ય, ગૌણ અને લક્ષ્યથી ભિન્ન” એવો શબ્દપ્રયોગ કરી સૂત્રની ભૂલ સુધારે છે. પણ આપણે નોંધીશું કે એમણે સૂત્રમાં જ જો “મુરહ્યાદ્રિવ્યતિરિ:” એવો પ્રયોગ કર્યો હોત તો તે વધુ સમીચીન જણાત.
વળી, તેમણે મૂળ “પ્રતીતિવિષય:” એવો પ્રયોગ કર્યો છે, તે પણ અમારી દષ્ટિએ અપૂરતો છે. આચાર્યો ‘એની પ્રતીતિવિષયો : મવતિ' એવી સ્પષ્ટતા કરવી જરૂરી હતી કેમ કે, પ્રતીયમાન થતા અર્થની પ્રતીતિ મહિમાએ કાવ્યાનુમિતિથી, તો કુન્તકે વિચિત્ર અભિધાથી, તો મુકુલે લક્ષણાથી, તો ધનંજય | ધનિકે તાત્પર્યથી માની છે. આથી “વ્યંજના દ્વારા પ્રતીત થતો” એવો ચોખ્ખો આનંદવર્ધન - અભિનવગુપ્ત–મમ્મટાચાર્યનો મત જે તેમને સ્વીકાર્ય છે તેનો સ્પષ્ટ નિર્દેશ થવો જરૂરી હતો.
વળી, ‘વ્યઃ ધ્વનિઃ' એવો પ્રયોગ પણ અશાસ્ત્રીય છે કેમ કે, પ્રધાનરૂપે વ્યંગ્ય થતો અર્થ જ “ધ્વનિ” નામ પામે છે. અન્યથા તે “ગુણીભૂતવ્યંગ્ય” પણ બની શકે છે. આથી અહીં પણ શાસ્ત્રીય પરિભાષાની ચોકસાઈ સચવાઈ નથી.
હેમચન્દ્રાચાર્ય વૃત્તિમાં આગળ નોંધે છે કે આ વ્યંગ્ય તે “áતે ઘો–તે તિ ધ્વનિતિ પૂર્વાચાર્યે સંજ્ઞિતિઃ'- અર્થાત્ ધ્વનિત થાય, ઘોતિત કરાય છે તેથી “ધ્વનિ” એમ પૂર્વાચાર્યો (આનંદવર્ધન આદિ) વડે સંન્નિત કરાયો છે. આપણે ઉપર જોયું તેમ પ્રધાનરૂપે, અર્થાત્ કાવ્યચમત્કારના મુખ્ય કારણરૂપે વ્યંજનાનો વિષય બનીને પ્રતીયમાન થતો પ્રધાનભંગ્યાર્થ એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org