SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦) ઞ. રૂ. સૂ. ૬] ક્યારેક ગુણરૂપ જેમ કે, પ્રિયતમના કરાણે ( = આંગળીઓએ) ઝડપથી નાડાનું અતિક્રમણ કરતાં, (હર્ષતિરેથી) નયનો અર્ધબીડ્યાં હોય તેવી દૃષ્ટિથી (રમણીએ), (વીણા) વગાડવામાં કુશળ વ્યક્તિ દ્વારા વગાડાતા (નીચેની) તારનાં મંડળના સ્વર્ણિત (= રણકાર)ની માફક કૂજન કર્યું. (૩૧૨) [શિશુપાલવધ-૧૦.૬૪] અહીં, ‘“કૂજિત’” વગેરે પક્ષીઓને વિષે પ્રસિદ્ધ હોવા છતાં કામશાસ્ત્રમાં (પણ) પ્રસિદ્ધ હોવાથી ગુણરૂપ છે. અથવા જેમ કે, ઉપમામાં १७१ - સૂર્યરૂપી ભૃગરાજ જાણે પોતાના પ્રતિબિંબથી ગુસ્સે થઈને સમુદ્રમાં પડતાં, હાથીઓના યૂથ જેવા મલિન અંધકાર (ના સમૂહો) જગતની આજુબાજુ પથરાયા. (૩૧૩) [શિશુપાલવધ- ૯.૧૮] અહીં હાથીઓના સમૂહરૂપ ધર્મી સાથે અંધકારનું સામ્ય કહેવાનું કવિને અભિમત છે, નહીં કે કેવળ ‘‘મલિનત્વ’” રૂપી એના ધર્મ વિષે, કેમ કે, સિંહના પડતાં, તેનો પ્રતિપક્ષ ન હોતાં, (તેનો = નાગયૂથનો) સ્વેચ્છાએ વ્યવહાર આવી પડે છે ( = શક્ય બને છે); અને તે રીતે મલિન અંધકારનો (સ્વેચ્છાવિહાર) શક્ય નથી, કેમ કે તો ‘‘મૃગપતિ’’ સાથેનું રૂપક વ્યર્થ થઈ જવાની પરિસ્થિતિ સર્જાશે અને વળી, તે સામ્યને સુંદર, મનોહર, સદા, સુભગ, અભિન્ન વગેરે શબ્દોની જેમ મલિન વગેરે શબ્દો કહેવાને શક્તિમાન નથી તેથી અવાચત્વ છે. અથવા જેમ કે, ઉત્પ્રેક્ષામાં - વાવડીની અંદરથી બિડાયેલું કાળું (નીલ) કમળ ઊપસ્યું-જાણે કે નારીઓના લોચનના ચાતુર્યની રાંકાથી સંકોચાયેલું ન હોય ! (૩૧૪) [ અહીં, ‘‘ધ્રુવ’”, ‘“વ’' વગેરે શબ્દની જેમ યા શબ્દ સંભાવના પ્રતિપાદિત કરવા માટે ઉત્સાહી નથી તેથી અવાચક છે. અથવા જેમ કે, અર્થાન્તરન્યાસમાં ગર્જના કરતો મૃગરાજ (= સિંહ) વાદળો તરફ ક્યા ફળની અપેક્ષાથી કૂદે છે ? ખરેખર મહાન પુરુષોનો તે સ્વભાવ જ છે, જે બીજાની ઉન્નતિ સહી શકતા નથી. (૩૧૫) [કિરાતાર્જુનીય-૨.૨૧] Jain Education International અહીં, “મદીયસ:’” માંનું એક્વચન સામાન્યરૂપ અર્થને ક્લેવાને સમર્થ નથી તેથી અવાચક્ત્વ છે, કેમ કે, વીપ્સા (= પુનરુક્તિ) જેવા ફળવાળા બહુવચનના ટત્વથી જ તેની અભિવ્યક્તિ સક્ષમ થાય છે. જે તે (અભિપ્રેત) અર્થવાળી વાણી કહીને માધવ અટક્યા, કેમ કે, મહાન માણસો સ્વભાવથી જ ઓછું બોલનારા હોય છે. (૩૧૬) [શિશુપાલવધ- ૨.૧૩] સર્વ વગેરે રાખ્તના ગ્રહણમાં એકવચન પણ દોષરૂપ નથી. જેમ કે, લોકોએ વૃક્ષોની વિદ્યમાન એવી મોટી છાયાને પણ છોડીને (ભવિષ્યમાં) આવનારી છાયાનું ગ્રહણ કર્યું. (= તેમાં નિવાસ કર્યો), કેમ કે, બધા ઉપસ્થિત પણ ઘટતા આશ્રયને નહિ પણ (ભવિષ્યમાં) વધનાર અનુપસ્થિત આશ્રયને સેવે છે. (૩૧૭) [શિશુપાલવધ-૫.૧૪] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy