________________
ભૂમિકા
હેમચન્દ્ર જણાવે છે કે ‘નિરત્નારો' દ્વારા એવું પણ સૂચવાય છે કે, કાવ્યમાં ગુણો અવયંભાવી છે, કેમ કે ‘મનનતમપિ ગુણવત્ વવ: સ્વતે' (વિવેક, પૃ. ૩૨) અને રત્ન તપ નિvi ને તે' | આપણે આચાર્યના કાવ્યલક્ષણની વિશેષ પરીક્ષા કરીએ ત્યારે જે નિર્વિવાદ સિદ્ધ જણાય છે એ વાતની નોંધ લઈશું કે, હેમચન્દ્રના કાવ્યલક્ષણ ઉપર મમ્મટનો પ્રભાવ તો છે જ, પણ સાથે ગુણોને કાવ્યના નિત્યધર્મો અને અલંકારોને કાવ્યના અનિત્યધર્મો માનતા વામનનો પણ પ્રભાવ સ્પષ્ટ છે અને મમ્મટના ‘મનનતી પુનઃ વવાપિ'ને સ્થાને અલંકારોની ઉપસ્થિતિને વિશેષ ભારપૂર્વક અપનાવતા ‘સાભાર '' એવા પ્રયોગ પાછળ કુન્તકના “સાત રસ્ય વ્યતા ન પુનઃ વ્યર્થ અનારો 'નો પણ ભાર ચોખ્ખો વાંચી શકાય છે, હેમચન્દ્ર “શબ્દાર્થને કાવ્ય કહીને ભામહ, વામન, રુદ્રટ, આનંદવર્ધન, અભિનવગુપ્ત, કુન્તક તથા મહિમાની પરંપરા આવકારી છે જેનો પ્રભાવ અનુગામી વાભાદિ તથા જયદેવ, વિદ્યાધર, વિદ્યાનાથ વગેરે ઉપર પણ પડ્યો છે.
ગુણ-દોષનું સામાન્ય લક્ષણ : કાવ્યના લક્ષણમાં “ગુણ” “દોષ' એવી પરિભાષામાં પ્રયોજિત થઈ છે એટલે આચાર્ય હેમચન્દ્ર તેમનું સામાન્ય લક્ષણ બાંધવાનું તર્કશુદ્ધ વલણ અપનાવે છે. એ રીતે કાવ્યાનુશાસન ૧/૧રમાં “ગુણ” અને “દોષ'નું સામાન્ય લક્ષણ વાંચવા મળે છે તે પ્રમાણે, “રસના ઉત્કર્ષ અને અપકર્ષના હેતુ તે થયા (અનુક્રમે) “ગુણ” અને “દોષ'. અહીં વળી પાછો રસ' એવો પારિભાષિક શબ્દ પ્રયોજાય છે તેનો ખ્યાલ રાખીને આચાર્યશ્રી અલંકારચૂડામણિમાં પહેલી જ નોંધ એ ઉમેરે છે કે, “રસ'-એ આગળ ઉપર જેનું સ્વરૂપ કહેવાનાર છે તે (વિગત)”.
આચાર્ય હેમચન્દ્ર ૨/૨૨ સૂત્રમાં જ એ વાત પણ પહેલેથી જ સ્પષ્ટ કરી દે છે કે, “ગુણ” અને “દોષ'નો સીધો સંબંધ “રસ” જોડે જ છે, પણ “ભક્તિ' કહેતાં ‘ઉપચારથી - metaphorically speaking –અથવા in a secondary sense—અમુખ્ય અર્થમાં ગુણ | દોષને શબ્દ | અર્થના ધર્મો ગણી શકાય. આ વાત ખૂબ જ મહત્ત્વની છે. મમ્માચાર્યો આનંદવર્ધનને અનુસરીને ગુણોને ‘નાત્મનઃ રસ્ય ધમ:' કહ્યા હતા, તથા દોષને “મુરાર્થ તિઃ' રૂપે ગણાવીને પછી “મુa' એટલે રસ' એવું કહ્યું પણ સ્પષ્ટ રીતે ગુણદોષનો સીધો સંબંધ “રસ' સાથે જોડી આપ્યો ન હતો. ટૂંકમાં જે સંદિગ્ધ હતું તે હેમચન્દ્રાચાર્યે ચોખ્ખા શબ્દોમાં મૂકી આપ્યું; અલબત્ત “ગુણ'ના સ્વરૂપ વિશે– તે શબ્દાર્થના જ ધર્મ છે, અથવા તેમજ ગણવા જોઈએ કે કેમ એની– અવઢવ તો આનંદવર્ધનથી માંડીને છેક સુધી ચાલુ રહી છે. ગુણોની સમજૂતી ધનંજય | ધનિક, મમ્મટ વગેરેમાં ચિત્તના વિસ્તાર, વિકાસ, વિક્ષોભ વગેરે ધર્મો સાથે જોડીને આપવાના પ્રયાસમાં એક નિષ્પન્ન એ પણ નીકળ્યું કે આ રીતે, અર્થાત્ ચેતો ધર્મ, ચિત્તાવસ્થા રૂપે તો ગુણ રસાનુભૂતિના પરિણામરૂપે આવિર્ભાવ પામે છે તો તેમને શબ્દાર્થ સાથે કેમ કરીને ગોઠવવા ? જ્યારે મમ્મટમાં જે તે ગુણના વૈયક્તિક લક્ષણમાં તેને જે તે ચિત્તસ્થિતિના કારણરૂપ બતાવાય છે અને એ રીતે તો તે રસધર્મને સ્થાને શબ્દાર્થધર્મ જ ગણી શકાય તેવું તાર્કિક તારણ પણ નીકળે છે. જો કે, અમુક જ પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org