________________
रागोरगविषज्वालावलीढदग्धचेतनः । न किश्चिच्चेतति स्पष्ट विवेकविकलः पुमान् ॥२३॥ રાગરૂપી સપના ઝેરની જવાલાએ જેની ચેતનાને સંપૂર્ણ પણે બાળી નાંખી છે એ પુરુષ વિવેકવિકલ થાય છે અને તે કંઈ જ સમજી શકતું નથી. ૨૩.
तद्विवेकसुधाम्भोधौ स्नायं स्नायमनामयः । विनयस्व स्वयं रागभुजंगममहाविषम् ॥ २४ ॥
તેથી વિવેકરૂપી અમૃતના સમુદ્રમાં સ્નાન કરી કરીને નિરોગી બની તું પતે જ રાગરૂપી સપના મહાવિષને દૂર કર. ૨૪.
बहिरन्तर्वस्तुतत्वं प्रथयन्तमनश्वरम् । विवेकमेकं कलयेत्तातीयीकं विलोचनम् ॥ २५ ॥
વિવેકની ગણના બહારની અને અંદરની વસ્તુઓના તત્વને દર્શાવનાર અને કદી નાશ નહિં પામનાર એવા એક ત્રીજા લેચન તરીકે કરવી જોઈએ. ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org