________________
ચૌદ ૧૩. મને ગુપ્તિની ત્રણ ભૂમિકા
વૃત્તિ બે પ્રકારની હોય છે. સત્ અને અસત્ અસથી સત્ તરફ જવું તે પહેલું પદક અને અસતુને ક્ષણ કરવું એ બીજું પદક છે. અસતમાં મન ચંચલ રહે છે, સતુમાં શાન; અને અસતને ક્ષીણ કર્યા પછી અતિમાત્ર શાન્ત થઈ જાય છે. આ આખી પ્રક્રિયાને મને ગુપ્તિ કહે છે. મનગુપ્તિથી ગુપ્ત કરેલા મનની ત્રણ અવસ્થા છે. (૧) કપનાવિમુક્ત (૨) સમત્વપ્રતિષ્ઠિત અને (૩) આતમરમણતાસંપન્ન.
કલ્પનાવિમુક્ત મનને એક સાથે ખાલી કરી શકાતું નથી. એટલે તેને અસત્ કલ્પનાઓની જાળથી મુક્ત કરવાને સત્ કલપનાઓનું આલંબન આપવું જોઈએ. સાધના તંત્રમાં યંત્ર, મંત્ર, બીજ, ન્યાસ વગેરે સેંકડો ઉપાની પરંપરા આ માટે દર્શાવવામાં આવી છે
સમત્વપ્રતિષ્ઠિત વૃત્તિઓ દાબી રાખીએ તે રહેતી નથી. તે કાંઈ નિમિત્ત મળતાં ઉત્તેજિત થઈ ઉભરાય છે. તેની ઉત્તેજનાનું મેટામાં મોટું નિમિત્ત વિષમતા છે. જ્યારે જ્યારે મનમાં વિષમતાને ભાવ જાગે ત્યારે ત્યારે તે ચંચલ અને વિક્ષિપ્ત થઈ જાય છે. અમુક વ્યક્તિએ મારું સન્માન કર્યું અને અમુક અપમાન–આવી સન્માન કે અપમાનની સ્મૃતિ થતાં જ મન ચંચલ થઈ જાય છે. પરંતુ જેનું મન સન્માન કે અપમાન બનેમાંથી કાંઈ ગ્રહણ ન કરે અને જે બનેને આત્માની બહાવસ્તુ સમજે, તેનું મન સમતામાં પ્રતિષ્ઠિત થયું ગણાય. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org