________________
સંપજજઉ-પ્રાપ્ત થજે. સવકલયાણકારણમ-સર્વ મહમને.
કલ્યાણનાં કારણુપ. એ અં–આ.
પ્રધાનં-શ્રેષ્ઠ. તુહ-તમને.
સર્વધર્માણામ-સર્વ ધર્મોમાં. નાહ!–હે નાથ ! પણમકરણેણું-પ્રણામ
જૈન-જૈન. કરવાથી.
જયતિ–જ્ય પામે છે, જયવંતુ સર્વમંગલમાંગલ્ય–સર્વ
વસે છે. મંગલેમાં મંગલરૂપ. || શાસનમ-શાસનઅર્થસંકલન
હે વીતરાગ પ્રભુ! હે જગદ્ગુરુ! તમે જયવંત વર્તે. હે ભગવન ! તમારા સામર્થ્યથી મને સંસાર પ્રત્યે વૈરાગ્ય, માગનુસારપણું, અને ઈષ્ટફલની સિદ્ધિ પ્રાપ્ત થાઓ (જેથી હું ધર્મનું આરાધન સરળતાથી કરી શકું). ૧.
હે પ્રભુ ! (મને એવું સામર્થ્ય પ્રાપ્ત થાઓ કે જેથી, મારું મન લેકવિરૂદ્ધ ગણાય એવું કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાય નહિ, ધર્માચાર્ય તથા માતાપિતાદિ વડીલે પ્રત્યે પૂરેપૂરે આદરભાવ અનુભવે અને બીજાનું ભલું કરવા માટે ઉજમાળ બને. વળી હે પ્રભો ! મને સદ્ગુરુનો પેગ સાંપડે, તથા તેમનાં વચને પ્રમાણે ચાલવાની સંપૂર્ણ શક્તિ પ્રાપ્ત થશે. આ બધું જ્યાં સુધી મારે સંસારમાં પરિભ્રમણ કરવું પડે, ત્યાં સુધી મને પ્રાપ્ત થશે. ૨,
હે વીતરાગ ! તમારા પ્રવચનમાં જે કે નિયાણું બાંધવાનું વાર્યું છે, તેમ છતાં હું એવી ઈચ્છા કરું છું કે દરેક ભવમાં તમારા ચરણેની ઉપાસના કરવાને વેગ મને પ્રાપ્ત થજે. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org