________________
18
જો તે ક્રિને પ્રાતઃકાલે સૂર્યસ્વરમાં પૃથ્વી કે જલતત્ત્વ ચાલતું હાય તે સાધારણ ફૂલ જાણી લેવું.
જો તે દિને પ્રાત:કાલે શેષ ત્રણ તત્ત્વ ( અગ્નિ, વાયુ અને આકાશ) ચાલતાં હોય તેા તેનું કુલ પણ પૂર્વે કહ્યા મુજબ સમજી લેવુ.
પાંચ તત્ત્વોમાં પ્રશ્નનો વિચાર
જો ચંદ્રસ્વરમાં પૃથ્વી તત્ત્વ કે જલતત્ત્વ ચાલતું હાય અને તે સમયે જો કોઈ કાંઈ પણ કાર્યને માટે પ્રશ્ન કરે તેા કહેવું કે અવશ્ય કાર્ય સિદ્ધ થશે.
જો ચંદ્રસ્વરમાં અગ્નિ, વાયુ કે આકાશ તત્ત્વ ચાલતું હાય અને તે વખતે કોઈ પણ માણસ કાંઇ કાર્યને લીધે પ્રશ્ન કરે તેા કહેવુ કે કાર્ય કેાઈ પણ પ્રકારે સિદ્ધ નહીં થાય.
યાદ રાખવાનું એટલું છે કે ચંદ્રસ્વરમાં જલતત્ત્વ અને પૃથ્વીતત્ત્વ સ્થિર કાર્યને માટે સારાં છે પરંતુ ચર કાર્યને માટે સારાં નથી. તથા વાયુ, અગ્નિ અને આકાશ એ ત્રણ તત્ત્વ ચર કાર્યને માટે સારાં છે; પરંતુ તે પણ સૂર્યસ્વરમાં સારાં છે, પણ ચંદ્રસ્વરમાં સારાં નથી.
જો કોઈ પુરુષ આવીને રોગીને વિષે પ્રશ્ન કરે તથા તે સમયે ચંદ્રસ્વરમાં પૃથ્વીતત્ત્વ કે જલતત્ત્વ ચાલતું હાય અને પ્રશ્ન પૂછવાવાળા પણ ચંદ્રસ્વરની (ડાબી) બાજુએ બેઠેલ હાય તા કહેવું કે રાગી નહીં
મરે.
જો ચંદ્રસ્વર બંધ હોય એટલે સૂર્યસ્વર ચાલતા હાય અને પ્રશ્ન કરવાવાળા ડાબી બાજુ એકે હાય તે કહેવુ કે કોઈ પણ પ્રકારે રાગી નહીં જીવે.
જો કોઈ પુરુષ ખાલી દિશામાં જે ક્રિશાનેા સ્વર ચાલતા હોય (તે દિશા છેાડીને બીજી કઈ દિશામાં ) આવીને પ્રશ્ન કરે તેા કહેવુ કે રાગી નહીં ખેંચે, પણ જો ખાલી દિશાથી આવીને ભરી દિશામાં (જે દિશાના સ્વર ચાલતા હેાય તે દિશામાં ) બેસીને પ્રશ્ન કરે તે કહેવું કે રાગીને સારૂં થઈ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org