________________
13
શુકલપક્ષની ૧૫ તિથિઓમાં કમથી ત્રણ ત્રણ તિથિઓ ચંદ્ર અને સૂર્યની થાય છે અર્થાત્ પડે, બીજ અને ત્રીજ એ ત્રણ તિથિ ચંદ્રની છે તથા ચોથ, પાંચમ અને છઠ એ ત્રણ તિથિ સૂર્યની છે. એ રીતે પૂર્ણિમા સુધી બાકીની તિથિઓ વિષે પણ સમજવું, આમાં પણ આ બંને સ્વર (ચંદ્ર અને સૂર્ય) પિતપતાની તિથિએ પ્રાત:કાલે ચાલે તે શુભકારી થાય છે.
વૃશ્ચિક, સિંહ, વૃષ અને કુંભ એ ચાર રાશિ ચંદ્ર સ્વરની છે. તથા એ રાશિઓ સ્થિર કાર્યમાં શ્રેષ્ઠ છે.
કર્ક, મકર, તલ અને મેષ એ ચાર શશિ સૂર્યસ્વરની છે અને ચરકાર્યમાં શ્રેષ્ઠ છે.
મીન, મિથુન, ધન અને કન્યા એ ચાર રાશિ સુખમનાની બંને સ્વભાવવાળી છે. આમાં કાર્યો કરવાથી હાનિ થાય છે.
ઉપરની બાર રાશિઓથી બારે મહિનાઓ પણ જાણી લેવા અર્થાત્ ઉપર લખેલ જે સંક્રાંતિ લાગે તેજ ચંદ્ર, સૂર્ય અને સુખમનાના મહીના સમજી લેવા.
જે કંઈપણ મનુષ્ય પિતાના કેઈ પણ કામને માટે પ્રશ્ન પૂછવા આવે અને આપણા સામે તથા ડાબી બાજુ અથવા તે ઉચે બેસીને પ્રશ્ન કરે અને તે સમયે આપણે ચંદ્રસ્વર ચાલતો હોય તે કહેવું કે તારું કામ સિદ્ધ થશે. જો કેઈ માણસ આપણી નીચે પાછલકે જમણી બાજુ ઉભે રહીને પ્રશ્નકરે અને તે સમયે સૂર્યસ્વર ચાલતો હોય તે કહેવું કે તારું કામ સિદ્ધ થશે.
જે કઈ માણસ જમણી બાજુ ઉભું રહીને પ્રશ્ન કરે અને તે સમયે આપણે સૂર્યસ્વર ચાલતો હોય તથા લગ્ન, વાર અને તિથિના સઘલા ચગ જે મલી જાય તે કહેવું કે તારું કામ નક્કી સિદ્ધ થશે.
+ જો કેઈ પ્રશ્ન કરવાવાળે જમણી બાજુ ઉભા રહીને કે બેસીને પ્રશ્ન કરે અને તે સમયે આપણે ચંદ્રસ્વર ચાલતું હોય તે સૂર્યની તિથિ અને વાર વિના તે શૂન્ય દિશાને પ્રશ્ન સિદ્ધ થઈ શકતું નથી.
+ મંગલ, શનિ અને રવિ એ ત્રણ વાર સૂર્યના છે તથા સોમ, બુધ, ગુરુ, શુક્ર એ ચાર વાર ચંદ્રના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org