________________
કે આગબેટને સમુદ્રમાં ચલાવવી, વરીના મકાનમાં પગ મૂકે, નદી વગેરેમાં તરવું, કોઈને રૂપીયા ઉધાર દેવા અથવા કેઈની પાસેથી ઉધાર લેવા ઇત્યાદિ. તાત્પર્ય એ છે કે આ સર્વ કાર્યો સૂર્ય સ્વરમાં કરવાં. કેમકે તેમ કરવાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે.
જે સમયે ચાલતા ચાલતા એક સ્વર બંધ થઈને બીજે સ્વર થાય છે અર્થાત જ્યારે ચંદ્રસ્વર બદલીને સૂર્યાસ્વર થાય છે કે સૂર્યસ્વર બદલીને ચંદ્રસ્થર થાય તે વખતે પાંચ સાત મિનિટ સુધી બંને સ્વર ચાલવા લાગે છે તેને સુખમના સ્વર કહે છે. આ સ્વરમાં કઈ પણ કામ ન કરવું, કેમકે આ સ્વરમાં કઈ પણ કામ કરવાથી તે નિષ્ફળ નિવડે છે, તથા તેથી કલેશ પણ ઉત્પન્ન થાય છે.
કૃણ (વદિ) પક્ષને સ્વામી સૂર્ય છે અને શુકલ (સુદ) પક્ષને સ્વામી ચંદ્ર છે.
કૃષ્ણપક્ષના પડવાના પ્રાતઃકાલે જે સૂર્યસ્વર ચાલે છે તે પક્ષ ઘણું આનંદની સાથે વીતે.
શકલપક્ષના પડવાના પ્રાતઃકાલે જે ચંદ્રસ્વર ચાલે તે તે પક્ષ પણ સુખ અને આનંદની સાથે વીતે.
જે ચંદ્રની તિથિમાં (શુકલપક્ષના પડવાના પ્રાત:કાલે) સૂર્યસ્વર ચાલે તે કલેશ અને પીડા થાય છે તથા કાંઈક દ્રવ્યની પણ હાનિ થાય છે.
- સૂર્યની તિથિમાં (કૃષ્ણપક્ષના પડવાના પ્રાતઃકાલે) જે ચંદ્રસ્વર ચાલે તો પીડા, કલેશ તથા રાજ તરફથી કઈ પણ પ્રકારને ભય થાય છે અને ચિત્તમાં ચંચલતા ઉત્પન્ન થાય છે. જે કદાચિત્ બંને પક્ષના (સુદિ અને વદિમાં) પડવાના સવારમાં સુખમના ચાલે તે તે મહીનામાં લાભ હાનિ સમાન થાય છે.
કૃષ્ણપક્ષની ૧૫ તિથિમાં કમથી ત્રણ ત્રણ તિથિએ સૂર્ય અને ચંદ્રની થાય છે. જેમકે પડ, બીજ, ત્રીજ એ ત્રણ તિથિ સૂર્યની છે તથા ચોથ, પાંચમ અને છઠ્ઠ એ ત્રણ ચંદ્રની તિથિ છે. એ રીતે અમાવાસ્યા સુધી બાકીની તિથિઓ વિષે પણ સમજવું. આમાં જ્યારે પિતાપિતાની તિથિએ બંને સ્વર (ચંદ્ર અને સૂર્ય) ચાલે છે ત્યારે તે કલ્યાણકારી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org