SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મિલન કરીએ તે મન અને પ્રાણ સર્વત્ર છે. પ્રાણ સાથે સમાગમ ન થાય તો મન હોઈ શકે નહિ એટલે મન અને પ્રાણ અથવા મતને સમાગમ સાધવાનો નથી, તે તે પ્રકૃતિમાં સ્વયંસિદ્ધ છે. પરંતુ આ સમાગમ' અથવા મિલન સમ નથી વિષમ છે. તેથી ચિત્તમાં ભાવ-વૈષમ્ય અને પ્રાણમાં ગતિ–વૈષમ્ય ઉત્પન્ન થાય છે. ચિત્તની વૃત્તિઓ તથા પ્રાણને ધારાપ્રવાહ વૈષમ્યમાંથી “સમ–આગમ” અર્થાત સમમાં આગમન કરે તે “મન–પવન સમાગમ અત્રે અર્થ કરવો વિશેષ ઉચિત જણાય છે. આ સંદર્ભમાં ચિદાનંદજી તે જ કડીમાં કહે છે (કામ અને ભોગ માટે બહાર ભટકતા) મનને વશ કરી ઘરમાં આણે. મન વશ કરવું કેવું મુશ્કેલ છે તે પ્રસિદ્ધ છે. ચિત્ત અને પ્રાણનો સમમાં નિવાસ કરે તે મનને ઘરમાં આણવાની યુકિત હોઈ શકે ખરી ? પ્રકૃતિના સ્તર પર મંત્રજાપથી મન અને પ્રાણનાં સ્પંદને સમ થાય એટલે કે મન, પ્રાણ અને મંત્ર એ ત્રણેનું સમત્વ સધાય ત્યારે, સાક્ષીભાવને ઉદય થાય છે. પછી ચિત્ત રાગમાં રંજિત થતું નથી. તથા ઠેષને તેને લેપ ચઢતો નથી. ત્યારે ચિત્તમાં જે ભાવનો પ્રકાશ થાય છે તે સમતાભાવ છે. ચૈતન્યના સ્તર ઉપર થતા આત્મવિકાસનું આ ઉત્તમ ફળ છે. સમ” થયેલા ચિત્તમાં “સોટ્ટ'ના માનસિક રટણ સાથે સ્વાત્મા સાથે પરમત્માભાવનું ઊંડાણથી ભાવન કરવાને પુરુષાર્થ જે અનન્ય શ્રદ્ધાથી થતો રહે તો છેવટે મંત્રનું શબ્દસ્વરૂપ ક્ષીણ થાય છે અને નિસ્વરૂપ શેષ રહે છે. ત્યારે જેનો પૂર્વાભાસ અજપાજાપ રૂપે થયો હતો તે મંત્રમૈતન્ય જાગૃત થાય છે. આ પ્રાણમય નાદશક્તિને આવિર્ભાવ છે. વિશુદ્ધ થયેલા એકાગ્ર ચિત્તમાં મંત્ર ઊર્વગમન કરીને હવે તે આજ્ઞાચક્રમાં બિંદુસ્થાનમાં પ્રવેશે છે તથા જેતિમય સ્વરૂપ ધારણ કરે છે. શ્રેયાકાર ચિત્ત 3યાકાર બને છે. એટલે કે ચિત્તમાં યેય સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાની અંતરંગ શકિતને વિકાસ થતાં, ધ્યેયનો સાક્ષાત્કાર થાય છે. ક્રમશઃ મધ્યમા વાણુને ભેદ કરીને પશ્યન્તી વાણીમાં પ્રવેશ કરવો તે મંત્રગને પ્રધાનહેતુ સિદ્ધ થાય છે. અરિહંત પરમાત્મા સાથે અભેદ કરવાને ભાવ ચિત્તમાં રમતું હોય તે તેઓના અલોકિક ગુણેને નિજગુણો તરીકેને ભાવાત્મક ઐકયનો અનુભવ થાય છે. ચિત્તમાં સ્વરના વિષયમાં ચિંતન અને સ્વરના તત્વ સફુરણનું અવલોકન થતું હોય તે સ્વરોદયનું પૂર્ણજ્ઞાન–અંતન પ્રકાશ 20 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy