SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વદય જ્ઞાન ચંદ્ર સ્વરની બાર અવરથાઓ जय तुष्टि पुष्टि रति, क्रीडा हास्य कहाय । एम अवस्था चंदनी, पट जल भूमें थाय ॥ २५० ॥ પૃથ્વી તત્ત્વ અને જલ તત્ત્વમાં ચંદ્ર(સ્વર)ની છ અવસ્થાઓ છેઃ તે ક્રમશઃ જય', તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ક્રીડા અને હાસ્ય નામની છે. (૨૫૦). ज्वर निद्रा परियास पुन, कंप चतुर्थी पिछाण । वेद+ अवस्था चंदनी, वायु अगनिमें जाण ॥ २५१ ॥ ( અગ્નિ તત્વ અને વાયુ તત્વમાં ચંદ્ર(સ્વર)ની ચાર અવસ્થાઓ છેઃ જ્વર, નિદ્રા, પ્રયાસ અને કંપ” – આ તેનાં નામ છે. (૨૧) प्रथम गतायु दूसरी, मृत्यु नभके संग । कही अवस्था चंदनी, द्वादश एम अभंग ॥ २५२ ॥ આકાશ તત્વના રોગમાં ચંદ્ર(સ્વર)ની બે અવસ્થાઓ છેઃ પહેલી ગતાયુ'' અને બીજી મૃત્યુ - આ રીતે ચંદ્ર(સ્વર)ની બાર અભંગ અવસ્થા છે. (ઉપર) + “વેદ” ૪ ની સંખ્યા દર્શાવનાર, કારણ કે વેદ ચાર છે - (૧) વેદ, (૨) યજુર્વેદ, (૩) સામવેદ અને (૮) અથર્વવેદ. * આ બાર અવસ્થાઓમાં પહેલી છ અવસ્થાઓ ચિત્તના વિકલ્પ કે વૃત્તિઓના કારણે તથા બીજી ચાર શારીરિક સ્થિતિથી અને છેલ્લી બે કાળની અપેક્ષાએ હોય તેમ લાગે છે; તદુપરાંત તેને તોની સાથે સંબંધ નીચે પ્રમાણે જણાય છે :તત્ત્વ અવસ્થા (૧) પૃથ્વી જય, તુષ્ટિ, પુષ્ટિ. (૨) જલ રતિ, ક્રીડા, હાસ્ય (૩) અગ્નિ જ્વર, નિદ્રા. (૪) વાયુ પ્રયાસ, કંપ. (૫) આકાશ ગતાયુ, મૃત્યુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy