SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આજ લગીમાં ઘણા પડકારો ફેંકયા, સીનેમા, પીકચર, ટી.વી. અને વીડીયો સામે પણ અફસોસ ! સમાજની નાડીઓમાં ડાયાબીટીશ બનીને બ્લડમાં ઘૂસી ગયેલાં આ દૂષણોને કાઢી શકાય તેમ નથી છેવટે થાકીને જિનભક્તિના પોઝેટીવ એપ્રોચના રસ્તે યુવાનોને ચડાવીને ઘણાનાં જીવન રફે દફે થતાં અટકાવી શકાયાં છે. કેટલાક વર્ષોથી પ્રભુ ભક્તિને જ નજરમાં રાખીને કેટલાય પ્રવચનોના વિષયો ગોઠવ્યા છે. ચાલો જિનાલયે જઈએ' પણ તેનું પ્રધાન પુસ્તક છે. વિ.સં. ૨૦૩૬માં મુલુંડ મુંબઈમાં જયારે મેં જૈનાચાર નામના સબ્જેકટની નોટ શાસ્ત્રાધારે શિબિરાર્થી યુવાનો માટે લખવી શરૂ કરી ત્યારે કોઈ કલ્પના ન હતી કે આ શોર્ટ ફોર્મ મેટર આગળ વધતાં વધતાં આટલું વિસ્તૃત સ્વરૂપ ધારણ કરીને ‘ચાલો જિનાલયે જઈએ' રૂપે પ્રકાશિત થશે. અને જૈન સંઘ આ બુકને આટલી હોશથી વધાવશે. આજે હું આનંદ અને રોમાંચ અનુભવું છું કે જૈન સંઘના વાચક વર્ગે મારા આ પરિશ્રમની સાથે સાચ સારી કદર કરી છે. અને છ છ વારનાં પ્રકાશનોને પૂરા આદરથી વધાવ્યાં છે. વાચકોએ વારંવાર પોતાનો પ્રતિભાવ આપીને મારી મહેનતનો પૂરો બદલો આપ્યો છે. ટી.વી. વીડીયો, ટેપરેકોર્ડ, બીઝનેસ, રીલેશન, વ્યવહારો, પ્રવાસો, દોડધામ, ફેશનો, વ્યસનો અને મોંઘવારીઓથી ઉભરાતી આજની જિંદગી, જિંદગી મટીને દોઝખ બનવા લાગી છે. માણસ વિના કારણ એટલો બધો ‘બીઝી’ થઈ ગયો છે કે એની પાસે બે પાનાં વાંચવા જેટલો સમય જ રહ્યો નથી. આવી બીઝી લાઈફ વચ્ચે પણ હજારો વાચકોએ, એજયુકેટેડ યુવક યુવતિઓએ, ડૉકટરો અને વાચકોએ પણ પુસ્તકને દિલથી વાંચ્યું છે, હૃદયથી વધાવ્યું છે. નવાંગી પૂજાની સંવેદનાઓ કંઠસ્થ કરીને એ સંવેદનો સાથે રોજ જિનપૂજા કરનારા એમ.ડી. ડૉકટરો પણ મને મલ્યા છે. ચાલો જિનાલયે જઈએ પુસ્તક પર યોજાતી ઓપન બુક એકઝામ કે કવીઝ જેવા આધુનિક કાર્યક્રમોમાં કાચી સેકંડમાં રોકડો જવાબ આપી શકે તેવા હજારો ઈન્ટેલીજંટ પરીક્ષાર્થીઓને પણ મે નજરોનજર મેં નિહાળ્યા છે. આજે પણ પ્રસ્તુત પુસ્તકના આધારે કેટલાય સામાયિક મંડળોમાં બહેનો કલાસો ચલાવે છે. તો કેટલાક શહેરોમાં પૂજય મુનિવરો યુવા શિબિરો ચલાવે છે. તો કેટલાય ગામડાઓમાં પૂજય સાધ્વીજી મહારાજે શ્રીપાલ રાજાના રાસની જેમ આ પુસ્તકનું વાંચન બેનો સમક્ષ કરે છે. આ બધાં નેત્ર દીપક પરિણામો જોઈને સાતમી આવૃત્તિની પ્રકાશન વેળાએ ફરી એકવાર કમ્મર કસી અને પ્રસ્તુત પ્રકાશનને ફરીવાર પાછા એક નવતર સ્વરૂપમાં તૈયાર કર્યું. જે પૂજા વિધિને થીયરીકલ રીતે સમજાવી હતી તે પૂજા વિધિને પ્રેકટીકલ કઈ રીતે કરાય તે અંગેના ફોટોગ્રાફ આમાં સામેલ કર્યા છે. નવાંગી સંવેદનાઓની જેમ દશત્રિક તથા અષ્ટપ્રકારી પૂજાની સંવેદનાઓ પણ નવેસરથી લખીને ઉમેરી ‘આર્હત્ત્વ પ્રણિદધ્મહે’, ‘તીર્થયાત્રામાં જતાં પૂર્વે’ તથા ‘તીર્થો અને ટ્રસ્ટીઓ' એવા નવા લેખો પણ ઉમેર્યા. પરીક્ષાર્થી તરફથી મળેલા નવા મુદ્દાઓ પણ ‘જે રહી ગયું તે' એ ચેપ્ટરમાં ઉમેર્યા. દેવદ્રવ્ય ગુરુદ્રવ્યના વિષયમાં શ્રી સંઘમાં ભિન્નભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે. જન્મ મરણના સૂતક સંબંધમાં પણ જુદી જુદી માન્યતાઓ છે. પૂર્વે આ બધી માન્યતાઓ માટે સામસામે ઘણું બધું સાહિત્ય પ્રકાશિત થઈ ચૂકયું છે. ફરીથી તે પ્રશ્નોનો ચર્ચાના ચાકડે ચડાવાની અત્રે આવશ્યકતા ન હોવાથી એ પ્રશ્નોની ચર્ચા અત્રે ઈરાદાપૂર્વક રાખી દીધી છે. અને તે અંગેના મેટરો પણ પ્રસ્તુત પ્રકાશનમાંથી કાઢી નાખ્યા છે. આજના યુવા વાચકોને આવા વાદ-વિવાદોમાં જરીક પણ રસ રહ્યો નથી. જે સમયે દિન પ્રતિદિન ધર્મ’ની એલર્જીવાળો ઘણો બધો મોટો યુવા વર્ગ વધી રહ્યો છે. જે સમયે કોઈ ધર્મ સાંભળવા કે સમજવા જ તૈયાર નથી, તેવા સમયે મારી માન્યતાઓ સાચી છે અને પેલાની ખોટી એ સાબિત કરવા માટે તેજાબમાં કલમો બોળીને યુવાનોનાં કાળજાં બાળી નાખવા કરતાં
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy