________________
W
0 3|678 અંતરના ઓરડેથી કહે છે. ચાર
આધ તીર્થંકર દાદા શ્રી આદિનાથથી પ્રારંભાયેલી અને રાજા ભરત આદિ માહણો દ્વારા સંરક્ષાયેલી આર્ય સંસ્કૃતિના મૂળમાં સુરંગો ચાંપવાનું કામ અનાર્ય ગણાતા ઈસ્લામીઓ દ્વારા તથા ઈસાઈઓ દ્વારા કેટલાક વર્ષો પૂર્વે પ્રારંભાઈ ચૂકયું હતું. પણ આ આક્રમકોને જોઈએ તેટલી ફાવટ આવી ન હતી. મુસલમાનોએ મંદિરો તોડયાં તેનાથી હિંદુ લાગણીઓ પ્રજવલી ઉઠી અને એક મંદિર તૂટયું તો બીજાં દશ નવાં ઉભાં થયા. પણ ક્રિશ્ચનોએ પોતાનો વ્યૂહ બદલ્યો અને મંદિરો તોડવાને બદલે માણસોના સંસ્કારો, શ્રદ્ધાઓ, લાગણીઓ અને દિલ તોડી નાખવાનું કામ શરૂ કર્યું. મંદિરો ભલે અડીખમ ઉભાં રહેતાં એને અડવાની જરૂર નથી. માણસની શ્રદ્ધાના ભુકકા બોલાવી દો પછી પેલાં મંદિરો દર્શન કરવા લાયક નહિ પણ માત્ર જોવા લાયક ઐતિહાસિક સ્થળો બની રહેશે જેની સંભાળ ભક્તો નહિ પણ આર્કયોલોજી ડીપાર્ટમેન્ટ કરતો હશે. ક્રિશ્ચનો આ નવા વ્યૂહમાં મુસલમાનો કરતાં વધારે સફળ થયા. પણ પૂરા સફળ તો ન જ થઈ શકયા.
આર્ય સંસ્કૃતિનું નિકંદન કાઢી નાખવાની અસિધારા વ્રતસમી પ્રતિજ્ઞા લઈને બેઠેલા અંગ્રેજોએ છેલ્લો એક મરણતોલ ફટકો ટી.વી., વીડીયો અને સ્ટાર ચેનલો દ્વારા મારી દીધો. અને સંસ્કૃતિ માતાનું લલાટ વધેરી નાખ્યું. આજે એના મસ્તકમાંથી શેર શેર લોહીની ધારાઓ વહી રહી છે.
જયાં ઘરે ઘરના પાણિયારે દેવનાં બેસણાં હતાં ત્યાં હાલ પ્રત્યેક ફલેટના ખૂણે ખૂણે ઈષ્ટ દેવતા આધૂનિક ભગવાન શ્રીમદ્ ટી.વી. દેવતા (!) નાં બેસણાં થઈ ચૂકયાં છે. સવારથી સાંજ સુધી એકધારો અનાર્ય સંસ્કૃતિનો પ્રચાર થઈ રહ્યો છે. આર્યો ડાચાં ફાડીને સવારથી સાંજ સુધી ટી.વી. દેવતા સામે સતત તાકતા બેસી રહે છે. આજ લગી તો માત્ર ટી.વી.નો પ્રશ્ન હતો પછી વીડીયો ચેનલો આવી અને હવે તો સ્ટાર ટી.વી. ચેનલો પણ આવી
જન્મલ^\}
ગઈ છે. ચાર ચાર દેશોના પોગ્રામો ઘેર બેઠાં ભારતીયો ટુંક સમયમાં માણી શકશે. એંસી કરોડ ખોપરીઓમાં અનાર્ય સંસ્કૃતિનો ડેટા ફીટ કરી દેવાનું કાવત્રું ચૂપચાપ ચાલી રહ્યું છે. જેની સામે કોઈ હડફ ઉચ્ચારતું નથી.
અતિ ભયાનક અને વિષમ આવી ચૂકયો છે. આખી એક તદ્ન નવી ડીસ્કો દીવાને વાળી પેઢીનું ધરતી પર અવતરણ થઈ ચૂકયું છે. જીન્સનું પેન્ટ, લુઝર શર્ટ, સ્પોર્ટ્સ શુઝ, મોઢામાં ૧૨૦નું
પાન, ખીસ્સામાં પાનપરાગનું પાઉચ, બે આંગળીઓ વચ્ચે સળગતી એક સીગારેટ અને હીરો હોન્ડા સ્કુટર મળી ગયું એટલે આખી દુનિયાનું રાજ મળી ગયું. એમ માનનારી એક આખી યુવા પેઢી આજે અત્ર તત્ર સર્વત્ર દેખા દઈ રહી છે.
આજની યુવા પેઢી તો કયાંની કયાં નીકળી ગઈ છે, કે જેની કલ્પના અબઘડી સુધી ખુદ માબાપ કે સંતો સુદ્ધાં કરી શકયાં નથી. હિશશ, કોકેન, મોર્ફિન, એલ.એસ.ડી., બ્રાઉન સુગર, હેરોઈન, નીડલ અને છેવટે જીભ પર જીવતી નાગણના ડંખ મરાવા સુધીનો નશો આજની આ જીન્સી પેઢીમાં પેસી ગયો છે. શરીરને ફોલી ખાનારાં અને કુટુંબને પાયમાલ કરનારાં આ માદક દ્રવ્યોની ચુંગાલમાંથી જો આ પેઢીનો છૂટકારો કરવામાં નહિ આવે તો આવતી કાલે જૈન સંઘની દશા બેસી જશે.
જેમ આજે કયાંક કયાંક સંભળાય છે કે ફલાણો માણસ દેરાસરના ટ્રસ્ટી છે અને તોય કંદમૂળ ખાય છે. તેમ આવતી કાલે કદાચ કહેવાતું હશે કે દેરાસરનો વહીવટ કરે છે છતાં દારૂ પીવે છે. બ્રાઉન સુગર લે છે અને નાઈટ કલબમાં જાય છે. ભવિષ્યના આવા એક કલ્પના ચિત્ર માત્રથી આજે કંપારી વછૂટી જાય છે.
ઘણી હતાશા, નિરાશા અને ભગ્નાશાઓ વચ્ચે ઝળુંબતાં ઝળુંબતાં એક જ માત્ર આશાનું તેજ કિરણ દેખાયું જેનું નામ છે પરમાત્મા ભક્તિ ! ભડકે બળતા આ હળાહળ કળિયુગમાં જો કોઈ ઉગારી શકે તેમ હોય તો માત્ર પ્રભુ ભક્તિ.