________________
દેશ-વિદેશ
થાઈલેન્ડ બુદ્ધ મૂર્તિઓ માટે જાણીતો દેશ છે. ત્યાંના મંદિરોમાં બ્લેક બુદ્ધ, ગોલ્ડ બુદ્ધ, સ્લીપીંગ બુદ્ધ, સ્ટેડીંગ બુદ્ધ અને સીટેડ બુદ્ધની હજરો મૂર્તિઓ જેવા મળશે. બાવન જિનાલયની જેમ ત્યાં મંદિરને ફરતી દેરીઓમાં લાખો મૂર્તિઓ હોય છે. ઘરનો કોઈ પણ માણસ ગુજરી જાય તેની પાછળ એક બુદ્ધ મૂર્તિ બનાવાનો રિવાજ ત્યાં પ્રચલિત છે.
થાઈલેન્ડમાં સૂતેલા બુદ્ધની એક ૧૫૦ ફૂટ લાંબી અને ૪૯ ફૂટ ઉચી મૂર્તિ સોનાથી રસેલી છે.
હોંગકોંગમાં હમણાં ૮૦ ફૂટ ઉચી એક બુદ્ધ પ્રતિમા ૧૫ કરોડ રૂ. ના ખર્ચે તૈયાર થઈ રહી છે. | માઈકલ એજેલોએ જે મૂર્તિ બનાવેલી તે રોમની અંદર સુરક્ષિત છે. તે મૂર્તિનો કુલ પ૦ ક્રોડ ડોલરનો વીમો છે.
આજના આ મોંઘવારીના જમાનામાં પણ આટલી મોંઘી દાટ મૂર્તિઓ જે વિર્ધમાન હોય તો અષ્ટાપદ પર્વત પર સુવર્ણના મંદિરો અને રત્નનો બિંબો શા માટે ન હોઈ શકે ? યોગ્ય સ્થળે જિનમંદિર કે જિન મૂર્તિ પાછળ વપરાતા પૈસા જોઈને સુધારકોએ બુમ બરાડા પાડતાં પહેલાં જરા વિચારવાની જરૂર છે કે પરદેશની ધરતી પર પણ ભગવાનની પાછળ કેટલા કરોડો રૂા. ખર્ચાય છે. ત્યાં બંધ કરાવોને ! યાદ રહે કે એક મંદિરના નિર્માણમાં લેબરથી માંડીને સોમપુરાસુધીના હજારો માણસોના રોજી રોટીના પાયાના પ્રોબ્લેમ સોલ થઈ જતા હોય છે. અને આંખો બંધ કરીને માત્ર મંદિરોના વિરોધ કરનારા અને ગરીબી ગરીબીની બૂમો પાડનારાએ એકવાર આંખો ખોલીને જોઈ આવવાની જરૂર છે કે ભીખ માંગવા માટે ભીખારીઓની લાઈનો કયાં લાગે છે ? ફાઈવસ્ટાર હોટલોમાં ? સીનેમા થીયેટરોમાં ? નાઈટ કલબોમાં ? કે પછી મંદિરોમાં ?
' અરે એક ભીખારી પણ સમજે છે કે બે પૈસા મળશે તો મંદિરના ઓટલે મળશે પણ ફાઈવસ્ટાર હોટલમાં, થીયેટરોમાં કે કલબોમાં નહિ મળે કેમકે ત્યાં આવનાર સાવ નફફટ, ક્રૂર અને કંજુસ હોય છે.
અફસોસ ! હોટલો થીયેટરો કે કલબોનો આજ લગીમાં કોઈ સુધારકે કયારેય વિરોધ જ કર્યો નથી કેમકે એજ એના આરાધ્ય મંદિરો છે !
Jain Education International
www.jaineblery.org