________________
G. ચાલુ પહેરવાનાં વસ્ત્રો સાથે પૂજાવસ્ત્રો ન રાખતાં, અલગ પોટલી બનાવીને જયાં કોઈનો સ્પર્શ ન થાય એવી જગ્યાએ રાખવાં.
H. પૂજાનાં વસ્ત્રો પહેરતાં પહેલાં તેને ધૂપથી કે સેટ-અત્તરથી વાસિત કરી અશુદ્ધિ દૂર કરવી.
1. સ્નાન કરીને પૂજાવસ્ત્રો પહેર્યા બાદ નાહ્યા વિનાના માણસને ન અડવું.
J. પૂજા કરવા જતાં રસ્તે જો શૂદ્ર કાર્ય કરનાર માનવીનો સ્પર્શ થઈ જાય તો ફરી વાર સ્નાન ક૨વું અને વસ્ત્રોને ધોયા પછી જ ઉપયોગમાં લેવાં.
K. દેરાસરોમાં રાખવામાં આવતાં પૂજાનાં વસ્ત્રો ઘણા માણસોએ વાપરેલાં અને મેલાંદાટ હોવાનાં કારણે ન વાપરવાં.
L. પૂજાનાં વસ્ત્રો સામાયિક-પ્રતિક્રમણ વગેરેમાં વાપરવાં નહિ. પર્યુષણ જેવા દિવસોમાં ઘણા ભાઈઓ પૂજાનાં કપડાં પહેરીને પ્રતિક્રમણમાં આવે છે, તે યોગ્ય નથી. આ રીતે પ્રતિક્રમણમાં વાપરેલાં કપડાં ફરી પૂજામાં વપરાય નહિ.
M. પૂજાનાં વસ્ત્રો પૂજન કાર્ય પત્યા બાદ વધુ સમય સુધી પહેરી ન રાખતાં તરત જ બદલી લેવાં.
N. પૂજાનાં વસ્ત્રોમાં પાણી, ભોજન કે મુખવાસ ન વપરાય. બહેનોથી બાળકને સ્તનપાન
પણ ન કરાવાય.
૦. પૂજાનાં કપડાંને ચાલુ કપડાં સાથે ન ધોતાં અલગ ધોવાં જોઈએ.
A. પૂજાનાં વસ્ત્રો પહેર્યા બાદ ચંપલ, સ્વીપર પગમાં પહેરવી નહિ. કોક કા૨ણે જરૂર પડે તો જેમાં ચામડું ન વપરાયું હોય તેવી રબ્બરની
Jain Education International
સ્લીપર ગીતાર્થ ગુરુ ભગવંતની રજા મેળવીને ઉપયોગમાં લઈ શકાય.
Q. મંદિર પહોંચ્યા બાદ પગ ધોઈને પ્રવેશ ક૨વો. (પગ એવી જગ્યાએ ધોવા કે આવતા-જતા માણસોના પગમાં પાણી ન આવે.)
R. પૂજાનાં વસ્ત્રોમાં લઘુનીતિ (બાથરૂમ), વડીનીતિ (સંડાસ) થાય તો એ વસ્ત્રો ફરી પૂજામાં વાપરવાં નહિ.
s. કોઈનાં પણ વાપરેલાં, ફાટેલાં, તૂટેલાં, બળેલાં કે સાંધેલાં વસ્ત્રો પૂજામાં વાપરવાં નહિ.
7. સ્નાન કર્યા બાદ મસ્તકના કેશનું સંમાર્જન કરી લેવું. પછી જ પૂજાનાં વસ્ત્રો પહેરવાં. પૂજાનાં વસ્ત્રો પહેર્યા બાદ શક્તિ સમર્થ પુણ્યાત્માઓએ યથોચિત અલંકારો પહેરવા. પુરુષોએ કાંડા પર વીરવલયો પહેરવાં. બાજુબંધ બાંધવા. ગળામાં મોતીના કંઠા અને સોનાની ચેઈનો પહેરવી. દશે આંગળીઓમાં વીંટી કે વેઢ પહેરવા. આવા વિશિષ્ટ અલંકારો પહેરવાની શક્તિ ન હોય તો અનામિકા આંગળીમાં એક સુવર્ણની વીંટી તો અવશ્ય પહેરવી. તેટલી પણ શક્તિ ન હોય તો છેવટે તાંબાની એક વીંટી તો જરૂર પહેરવી. પરંતુ સાવ નગ્ન અંગુલીએ પ્રભુપૂજા ન કરવી.
U. પૂજાનાં વસ્ત્રો ઉત્તર દિશા સન્મુખ ઉભા રહીને પહેરવાં. બાળ, વૃદ્ધ અને સ્ત્રીએ પહેરેલાં પૂજાવસ્ત્રો પહેરવાં નહિ. કેમકે તેમાં અશુદ્ધિ થવાનો વધુ સંભવ છે.
V. શારીરિક કોઈક કારણે સ્વેટર, ગંજી, અંડરવેર વાપરવી પડે તેમ હોય તો ગીતાર્થ ગુરુભગવંતની રજા મેળવીને તેનો ઉપયોગ કરી શકાય.(પણ કારણ યથાર્થ હોવું જોઈએ.)
Private & Personal Use Only 38
www.jainelibrary.org