________________
મુખકોશ કેવો બાંધવો ?
માનવીય દેહ સ્વભાવથી અશુદ્ધ છે. ગંદકી અને બદબૂ સદા એમાં ઉભરાયા કરે છે. આવા ગંદવાડીયા દેહમાં રહીને આપણે વિદેહી (સિદ્ધ) બનવાની સાધના કરવાની છે. એ સાધના કરતાં આ દેહનો ગંદવાડ પરમાત્માની આશાતનાનું કારણ ન બની જાય તેની સાવધાની રાખવાની છે.
પરમાત્માની પૂજા કરતાં આ દેહમાં શ્વાસોચ્છવાસની ક્રિયા ચાલુ જ હોય છે. બહાર નીકળતો આપણો અંગારવાયુ એટલો બધો અશુદ્ધ અને દુર્ગંધવાળો હોય છે કે તે જો પ્રભુજીને અડે તો
આશાતના થાય.
બહાર ફેંકાતા અંગારવાયુની દુર્ગંધને રોકવા માટે કપડાંનાં એકાદ બે પડ સમર્થ બની શકતાં નથી. માટે ખેસનાં આઠ પડ કરીને મોં તથા નાક બરાબર બંધ કરવું.
પૂર્વે રાજા મહારાજાઓની હજામત કરતી
વેળાએ હજામ મુખ પર અષ્ટપડો મુખકોશ બાંધતો, જેથી રાજાને ગરમ શ્વાસ ન અડે અને થૂંક રાજા ઉપર ન પડે. રાજસેવા કરતાં હજામો આટલો વિનય સાચવતા હતા તો જિનરાજની સેવા કરતાં ભક્તો શા માટે પ્રમાદ કરે ?
ખંભાત જેવા નગરમાં આજે પણ જ્ઞાનપૂજા કરતી વખતે પણ મુખકોશ બાંધવાની પરંપરા શ્રાવકો પાળે છે.
કેટલીક સાવધાની :
A. આજે નાનકડા કલરીંગ રૂમાલ વડે જે મુખ બાંધવામાં આવે છે, તેના દ્વારા સાચો ઉદ્દેશ બીલકુલ જળવાતો નથી. કેમ કે એ નાનકડી મલમપટ્ટી જેવો લાગતો રૂમાલ બીચારો કેટલી દુર્ગંધ રોકી શકે ? માટે ખેસ વડે જ મુખકોશ બાંધવો જરૂરી છે..
Jain Education International
B. કેટલાક પૂજકો એવી ફરિયાદ કરે છે કે ખેસ વડે અમને અષ્ટપડો મુખકોશ બાંધવો ફાવતો નથી. એમ ક૨વામાં અમારું શરીર ઉઘાડું થઈ જાય છે. આ વાત પણ બરાબર નથી. જો ખેસ વ્યવસ્થિત મોટો રાખવામાં આવે તો આવી ફરિયાદ ન રહે.
For Prva 39
C. જો ખેસથી મુખકોશ બાંધવો ન જ ફાવે તો પેલા ટચુકડા રૂમાલનો મુખકોશ તો બીલ્કુલ ચલાવી લેવાય નહિ. તેને બદલે એક મીટર લાંબો અને એક મીટર પહોળો રેશમી રૂમાલ (સિવ્યા, ઓટયા વિનાનો) રાખવો જોઈએ કે જેનાં અષ્ટપડ બરાબર બની શકે અને મુખ તથા નાક બરાબર બાંધી શકાય. બહેનોને ખેસ રાખવાનો નથી, માટે તેમણે આવો જ એક મીટરનો રૂમાલ વાપરવો જરૂરી ગણાય.
D. આવા અષ્ટપડાથી મુખ, નાક એવાં ટાઈટ ન બાંધી નાખવાં કે જેથી શ્વાસ લેવામાં
તકલીફ પડે.
ચાંલ્લો...! ચાંલ્લો...! ચાંલ્લો...!
અનંતકાળના નીર વહી ગયાં. જીવ ઠેર ઠેર ભટકયો, રખડયો અને આથડયો. ભવોભવ પરાધીનપણે જીવતો રહ્યો. ગુલામીઓના તામ્રપટ એના લલાટે બંધાતા રહ્યા. કયારેક ઈન્દ્રનો ગુલામ, કયારેક દેવનો ગુલામ, કયારેક રાજાનો ગુલામ, કયારેક શેઠ કે શાહુકારનો ગુલામ, તો કયારેક સ્ત્રીનો ગુલામ! બીચારો બધે ગયો! બધે નમ્યો અને બધે જ ખત્તા ખાતો રહ્યો.
આમ બનવાનું કારણ એ હતું પરમાત્મા પાસે ન ગયો, એ પરમાત્માને ન નમ્યો, એણે લેભાગુ માણસોની ગુલામી સ્વીકારી પણ કયારેય પ્રભુને પોતાના માલીક ન બનાવ્યા. માટે જ એ રખડતોરઝળતો અને આથડતો રહ્યો, હવે આ ભવે પ્રભુને જ
www.fainelibrary.org