SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ એક - બે ચાર 'જિનાલયે જવામાં કેટલું ફળ ? ) જિનાલયે જવાની ઇચ્છા કરો ત્યાં જિનાલયે જવા ઉભા થાવ ત્યાં જિનાલયે જવા પગ ઉપાડો ત્યાં ત્રણ. જિનાલયે જવા ચાલવા માંડો ત્યાં જિનાલયે જવા થોડું ચાલો ત્યાં પાંચ જિનાલય દેખાય ત્યાં ... એક માસના જિનાલયે પહોંચો ત્યાં ... છ માસના જિનાલયના દ્વાર પાસે ... એક વર્ષના પ્રભુને પ્રદક્ષિણા કરતાં ... સો વર્ષના દેવાધિદેવની પૂજા કરતાં ... હજાર વર્ષના સ્તુતિ-સ્તવનાદિ કરતાં ... અનંતગણું પુણ્ય ઉપવાસનું ફળ મળે. ઉપવાસનું ફળ મળે. ઉપવાસનું ફળ મળે . ઉપવાસનું ફળ મળે . ઉપવાસનું ફળ મળે. ઉપવાસનું ફળ મળે . ઉપવાસનું ફળ મળે . ઉપવાસનું ફળ મળે . ઉપવાસનું ફળ મળે . ઉપવાસનું ફળ મળે . પરિપ્રાપ્ત થાય છે. મંદિર અને માનવ ફ્રેંચની એક પત્રકાર મહિલા મુંબઈની ઝૂંપડપટ્ટીઓનો સર્વે કરવા આવી હતી. ગંદકીથી, બીમારીથી અને વ્યસનોથી ઉભરાતી આ ઝુંપડપટ્ટીઓમાં રખડતાં રખડતાં તે શાંતાક્રુઝની ગોળીબાર ઝૂંપડપટ્ટીમાં પહોંચી અને તેને પોતાની નોસમાં લખવું પડયું કે ગંદી ઝૂંપડપટ્ટીઓમાં પણ દરેક ઝૂંપડે એક ખૂણો પવિત્ર છે. જયાં દેવનાં બેસણાં છે. ઈષ્ટદેવતાની એક પ્રતિકૃતિ છે. દીવો કરવાનું માટીનું કોડીયું છે. અને અગરબત્તીની સુવાસ છે. આ દેશનો છેલ્લી કક્ષાનો માણસ પણ ભગવાન વિના રહી શકતો નથી. અહિં ભંગીઓના પણ મંદિરો છે. અહિં હરિજનોના પણ દેવો છે. આ દેશનો માણસ મંદિર વિના રહી શકતો જ નથી. એણે ઘરમાં દેવનો ગોખલો રાખ્યો છે. એણે દુકાને પણ દેવનો ગોખલો રાખ્યો છે. એ ખેતરમાં ગયો તો ખેતરના એક છેડે પણ એણે ભગવાનને સ્થાપ્યા છે. નદી કિનારે ગયો કે સાગરના કાંઠે ગયો એણે મંદિર ઉભુ કર્યુ જ સમજે ! જન્મથી માંડીને મરણ સુધી મંદિર માણસના જીવન સાથે વણાઈ ગયેલું છે. બાળકને જન્મના ચાલીસમા દિવસે સૌ પ્રથમ ઘર બહાર કાઢવામાં આવે ત્યારે તેને મંદિરે લઈ જવાય છે. લગ્નના વર ઘોડે ચડે ત્યારે મંદિરે લઈ જવાય છે અને અંતે છેલ્લો શ્વાસ મૂકે ત્યારે અગ્નિ સંસ્કારનો વિધિ પતાવ્યા બાદ બેસણામાંથી ઉઠીને સ્વજનો મંદિરે દર્શન કરીને મૃતાત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે. For private & Personal use only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy