________________
એક નજર ઈધર ભી
પ્રસ્તુત પ્રકાશનમાં કેટલાક ફોટોગ્રાફ ચાલુ જીન્સ, બેગી અને લુઝર શર્ટમાં પણ લેવાયા છે. તે જગ્યાએ ધોતી, ઝભ્ભો કે પાયજમાનો ઉપયોગ કરવો જરૂરી હતો. પણ તેમ કરવા જતાં આજના સાવ કુછંદે ચડી ગયેલા,વ્યસનો અને ફેશનોની દુનીયામાં પાયમાલ થઈ ચૂકેલા યુવાનો આ બુકને જોઈને તરત કહી દેત કે ઠીક હવે આ તો ધોતીયા-ઝભ્ભાવાળા ભગતલોકોનું કામ છે. આ તો વેદિયાઓનો ધંધો છે. આમાં આપણું કામ નહિ. આમ ન બને માટે તેમના જેવા જ મોડર્ન ડ્રેસમાં ખેસ નાખીને જિનાલયે જતા યુવાનોના ફોટા દર્શાવ્યા છે. જેને જોઈને તેમના મનમાંથી અચૂક એવો ભાવ આવશે કે આવા મોડર્ન ડ્રેસમાં ફરનારા પણ પરમાત્માની પૂજા કરનારા હોય છે તો આપણે શા માટે ન કરવી ? આપણે શરમ રાખવાની શી જરૂર છે ?
| ઓ યુવાન્ ! યાદ રહે કે સોનીયા ગાંધી દર સોમવારે ઉપવાસ કરે છે. માજી. રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસીંઘ રોજ ગ્રંથ સાહેબનો પાઠ કરે છે. બેનઝીર ભુટ્ટો વડાપ્રધાન બન્યા તે દિવસે પણ તેમણે સલવારથી માથું ઢાકયું હતું અને કુરાનની આયાતો પઢી હતી. અમિતાભ બચ્ચને પણ જુતાં નહિ પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દિલ્હીની જીમિયા મીલીયા ઈસ્લામીયા કોલેજના મુસ્લીમ યુવાનો પ્રોફેસર હસન સામે મેદાને પડયા હતા અને મઝહબ વિરુદ્ધ બોલાયેલા શબ્દોની માફી ન માગે ત્યાં સુધી કોલેજ શરૂ નહિ થવા દઈએ તેવી હૂલ મારી હતી.
સહુને પોત પોતાના ધર્મનું ગૌરવ હોય છે. મોટા ગણાતા માણસો પણ નાનકડી ધર્મક્રિયાને ભૂલતા નથી.
| ઓ યુવાન ! તું નકામો ફેશનો અને વ્યસનોના કુપંથે ચડી ગયો છે. હજી બીપાછો વળ. જલ્દીથી પાછો ચાલ્યો આવ. જિનાલયનો દ્વારા તારી રાહ જોઈ રહ્યો છે.
Jain Education Internatione
www.jainelibrary.org