SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ગોત્રનું શ્રવણ કરવાથી પણ પુણ્યબંધ થાય છે. 4. મહાનિશીથ સૂત્ર બોલે છે : જે જીવાત્મા જિનેશ્વર પરમાત્માનું જિનાલય બનાવે છે, તે આત્મા બારમા દેવલોકમાં જાય છે. 5. દ્વિપસાગરાનપ્તિશાસ્ત્ર કહે છે કે : સમુદ્રમાં ભ્રમણ કરી રહેલા માછલાઓની નજરમાં કયારેક જિનેશ્વર પરમાત્માની પ્રતિમા આકારનું માછલું પણ નજરે ચડી જાય છે. આવી જિનેશ્વર સમાન આકૃતિ ધરાવતા માછલાને જોઈને અનેક માછલા જાતિસ્મરણ જ્ઞાન પામે છે. સમ્યક્ત્વને પામે છે. શ્રાવકધર્મને સ્વીકારે છે. ૧૨ વ્રતોને ગ્રહણ કરે છે. અને સમાધિ સાથે સ્વર્ગવાસ પામી આઠમા દેવલોકમાં જાય છે. * * ચરિત્ર ગ્રંથોમાં જિનપૂજા * 1. સત્તરપ્રકારી પૂજા ચરિત્ર : ગુણવર્મા રાજાના ૧૭ પુત્રોએ ભેગા મળીને કુલ ૧૭ પ્રકા૨ી પૂજામાંથી એકેક પૂજા કરી જેના પ્રભાવે સત્તરે પુત્રો તે જ ભવે મોક્ષે ગયા. 2. શ્રીપાલચરિત્ર : ઉજ્જૈનમાં દેવાધિદેવ શ્રી આદીશ્વરની પાવન પ્રતિમા સમક્ષ મહારાજા શ્રીપાલે શ્રી સિદ્ધચક્રયંત્રની આરાધના કરી અને શ્રી સિદ્ધચક્રનાં નવણજલથી શ્રીપાલ રાજાનો તથા તેમની સાથેનાં સાતસો કોઢીઆઓનો કોઢરોગ નષ્ટ થયો (જે પ્રતિમાજી સમક્ષ આરાધના કરી તે પ્રતિમા આજે મેવાડમાં ધૂળેવાનગરમાં શ્રી કેશરીયાનાથ નામે પ્રસિદ્ધ છે.) ૩. શ્રીપર્ણચરિત્ર: શ્રીલંકા જતાં વચ્ચે ઘુઘવતા સાગરને તરવા માટે રામચન્દ્રજીએ જિનમૂર્તિ સમક્ષ ત્રણ દિવસ સુધી ઉપવાસ સહ ઘ્યાન ધર્યું. અને ત્રીજા ઉપવાસે ધરણેન્દ્રનું આગમન થયું તેમણે પાર્શ્વનાથપ્રભુની પ્રતિમા રામચન્દ્રજીને અર્પણ કરી. કહ્યું છે કે જે પ્રતિમાના પ્રભાવે આખી સેના સાગર તરીને સામે કીનારે પહોંચી ગઈ. 4. હરિવંશ ચરિત્ર : જરાકુમારે છોડેલી જરાવિઘાના Jain Education International નિવારણાર્થે શ્રીકૃષ્ણ મહારાજાએ અઠ્ઠમનો તપ કર્યો, ત્રીજા દિવસે ધરણેન્દ્રદેવે આવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અર્પણ કરી, જેના પ્રક્ષાલજલના પ્રભાવે સમગ્ર સૈન્યની જરા દૂર થઈ. (જે પ્રતિમા આજે શંખેશ્વર પાર્શ્વનાથ નામે શંખેશ્વર તીર્થમાં પૂજાઈ રહી છે.) 5. દાતાસૂત્ર : રાવણે અષ્ટોપગિરિ પર તીર્થંકર ગોત્ર બાંધ્યું. 6. પદ્મચરિત્ર : રાવણે શ્રી શાંતિનાથ પરમાત્માની સમક્ષ રૂક્ષ્મણી વિદ્યાની સાધના આરંભી અને જે સિદ્ધ થઈ. 7. કલ્પસૂત્ર સ્થવિરાવલી : શય્યભવ બ્રાહ્મણોના યજ્ઞ સ્તૂપ નીચે જિનપ્રતિમાજીના દર્શન થતાં જૈન સાધુપણું સ્વીકારી વીરપાટપરંપરાના ૪થા ઉદ્ધારક જાહેર થયા. અભયકુમાર મંત્રીના ગૃહમાં જિનમંદિર હતું. શાલિભદ્ર શ્રેષ્ઠીના ઘરમાં જિનાલય હતું. દમયંતી જંગલમાં ગુફામાં માટીના શ્રી શાંતિનાથસ્વામીની મૂર્તિની પૂજા કરતી હતી. મનોરમા આપત્તિના સમયે પોતાના ગૃહમંદિરમાં જઈ કાઉસ્સગ્ગ કરતી હતી. * ઈતિહાસની આંખે જિનબિંબો 1. ભરત મહારાજાએ ભરાવેલ માણેકનું જિનબિંબ આજે હૈદ્રાબાદમાં માણિકય સ્વામી તરીકે પૂજાય છે. 2. ગત ચોવીસીના નવમા જિનના વારામાં અષાઢી શ્રાવકે ભરાવેલ જિનબિંબ આજે શંખેશ્વરપાર્શ્વનાથ તરીકે શંખેશ્વરમાં પૂજાય છે. ૩. ભરૂચમાં સમડી વિહારમાં તથા મુંબઈ પાસે અગાસી તીર્થમાં આવેલું મુનિસુવ્રતસ્વામીનું જિનબિંબ વીસમા જિનેશ્વરના સમયમાં જ બનેલું છે. 4. રાવણના દૂતો દ્વારા બનાવેલું જિનબિંબ આજે મહારાષ્ટ્ર શીરપુર ગામે અંતરીક્ષપાર્શ્વનાથ સ્વરૂપે પૂજાય છે. 5. બાવીસમા તીર્થંકરના વારામાં ચલાવડી નામના 165 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy