________________
પાંચ અભિગમ
1. સચિત્તનો ત્યાગ 2. અચિત્તનો અત્યાગ ૩. ઉત્તરાસન 4. અંજલિ 5. પ્રણિધાન અભિગમ = એક પ્રકારનો વિનય.
દુનિયાનાં તમામ સ્થાનોમાં વિનયની પ્રધાનતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, કોર્ટકચેરી, હૉસ્પિટલ કે પાર્લામેન્ટ આદિ તમામ ક્ષેત્રોમાં જતાં પૂર્વે માણસ ઘણીબધી સાવધાનીવાળો બની જાય છે. લઘર-વઘર કપડાં ઉતારી દઈને જરા સ્વચ્છ અને સુંદર વસ્ત્રોને એ ધારણ કરે છે. હેરસ્ટાઈલ જરા ઠીક કરી લે છે. ક્લીનશેવ બનાવી લે છે. મોમાંથી પાનના ડૂચાબૂચા બહાર ફેંકી દે છે. અકડીપણું છોડી દઈને જરા નમ્ર બને છે. બોલવામાં ગમે તેમ બફાઈ ન જાય તેની પૂરતી કાળજી રાખે છે. બધી રીતે અદબવાળો બનીને
Jain Education International
પછી તે ઑફિસા કે પાર્લામેન્ટમાં પ્રવેશ કરે છે. શિસ્ત અને સભ્યતા સાથે તે બૉસની સાથે વાતચીતનો પ્રારંભ કરે છે અને કાર્ય પૂર્ણ થતાં O.K. અને THANK YOU કહેવા સાથે એ વિવેકપૂર્વક બહાર નીકળે છે.
મેરેજ પ્રસંગે ફૂલમાળા, શ્રીફળ, કટાર અને સાફા સાથે જિનાલયમાં ન જવાય એ બધું બહાર ઉતારી દો
11
સાંસારીક વ્યવહારોમાં આવી મર્યાદાઓ આજે ય પણ પ્રચલિત હોવા છતાં ત્રણ લોકના ધણી જગદ્ગુરુ દેવાધિદેવ શ્રીજિનેશ્વર પરમાત્માના રાજદરબારમાં પ્રવેશ કરતા ભક્તો બધી મર્યાદાઓને અભરાઈએ ચડાવી દેતા હોય છે અને મન ફાવે તે રીતે મંદિરમાં પ્રવેશ કરી લેતા હોય છે. આવી ભૂલો થવામાં મોટે ભાગે અજ્ઞાન જ કારણ હોય છે. આવા અજ્ઞાનને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પાથરતા વિનયના પાંચ પ્રકારોને ચાલો આપણે સવિસ્તર વિચારીએ અને તે મુજબ આચરણ કરવા યથાશક્તિ પ્રયત્નશીલ બનીએ.
www.jainelibrary.org