________________
- જિનમંદિર પ્રવેશ અને પૂજાક્રમ 1. નિીહિ બોલીને પ્રવેશ કરવો.
2. પરમાત્માનું મુખ દેખાતાં 'નમો જિણાણું' બોલવું.
૩. અર્ધવનત પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા કરવી. 4. મધુર કંઠે સ્તુતિ બોલવી. 5. બીજી નિસીહિ બોલીને ગર્ભગૃહમાં પ્રવેશ કરવો. 6. પ્રતિમાજી ઉપરથી નિર્માલ્ય ઉતારવું.
7. પ્રતિમાજી પર મોરપીંછી કરવી.
8. પાણીનો કળશ કરવો.
9. મુલાયમ વસ્ત્રથી કેસરપોથો કરવો. (વાળાકૂંચીનો બીજાને વિઘ્ન ન થાય તેમ બોલવાં.
ઉપયોગ ન કરવો હિતાવહ ગણાશે.)
10. પંચામૃતથી અભિષેક કરવો, શુદ્ધ જળથી સફાઇ કરવી.
11. અભિષેક વખતે ઘંટનાદ, શંખનાદ આદિ કરવું. 12. પબાસણ પર પાટલૂછણાં કરવાં. (પાટલૂછણાં બે રાખવાં)
13. પરમાત્માને ત્રણ અંગલૂછણાં કરવાં. 14. જરૂર પડે તો તાંબાકૂંચીનો ઉપયોગ કરવો. 15. બરાસથી વિલેપનપૂજા કરવી. 16. ચંદનપૂજા, પુષ્પપૂજા, ધૂપપૂજા, દીપકપૂજા
ક્રમશઃ કરવી.
17. ચામરનૃત્ય કરવું, પંખો ઢાળવો. 18. ભગવાનને અરીસો ધરવો.
19. અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા અને ફળપૂજા કરવી. 20. નાદપૂજા રૂપે ઘંટનાદ કરવો.
21. યથાસ્થાને અવસ્થાત્રિક ભાવવી. 22. ત્રીજી નિસીહિ બોલી, ત્રણ વાર ભૂમિપ્રમાર્જન કરી ચૈત્યવંદન કરવું.
23. દિશાત્યાગ, આલંબન મુદ્રા, અને પ્રણિધાન ત્રિકનું પાલન કરવું.
24. વિદાય થતાં સ્તુતિઓ બોલવી. 25. પૂજાનાં ઉપકરણો યથાસ્થાને મૂકી દેવાં. 26. પૂંઠ ન પડે તે રીતે બહાર નીકળવું. 27. ઓટલે બેસી ૩ નવકા૨નું સ્મરણ કરી ભકિતભાવોને સ્થિર ક૨વા.
28. પરમાત્માના વિયોગથી દુઃખાતા હ્રદયે તરફ વિદાય થવું.
Jain Education International
* રહી ગયેલાં કેટલાંક સૂચનો
1. ધૂપપૂજા ગભારાની બહાર ઉભા રહીને કરવી. 2. પુરુષોએ ભગવાનની જમણી બાજુ અને બહેનોએ ડાબી બાજુ ઉભાં રહેવું.
૩. અંગલૂછણાં બહુ સાવધાનીપૂર્વક કરવાં, બળ કરવું નહિ.
4. જળપૂજા બે હાથે કળશ પકડીને, કળશ ભગવાનને ન અડે તે રીતે કરવી.
ગૃહ
5. સ્તુતિ, સ્તવન વગેરે મધુર અને ગંભીર સ્વરે
6. પૂજા/ભાવનામાં ભાઇઓ/બહેનોએ સામસામાં મોઢાં કરીને બેસવું નહિ. વાજીંત્રવાદકોએ/ ગાયકોએ બહેનો તરફ સૂંઠ થાય તે રીતે બેસવું. આજકાલ કેટલાક માણસો ઈરાદાપૂર્વક બહેનો સામે મુખ રાખીને બેસી જાય છે, તે બરાબર નથી. રૂપદર્શનની આ બાલિશચેષ્ટા ભયંકર ચીકણાં કર્મનો બંધ કરાવનારી છે.
7. પ્રભુજીને હાથમાં લેતાં કે પધરાવતાં બે હાથે બહુમાનપૂર્વક પકડવા,
8. જે પાટલૂછણાંથી જમીન સાફ થાય છે તેને ભગવાન ઉપર લગાડાય નહિ તેને અડયા બાદ હાથ ધોયા વિના ભગવાનને અડાય નહિ.
9. અંગલૂછણોં સાફ અને મુલાયમ રાખવાં, જેથી પ્રતિમાજીને ધસારો લાગે નહિ, આશાતના થાય નહિ.
10. અંગલૂછણાં સૂકવવા માટે દોરી અને પીન જુદી રાખવી, તેના પર બીજાં કપડાં સૂકવવાં નહિ, ચાલતાં કોઇનું માથું, હાથ વગેરે અડવા જોઇએ નહિ.
11. દેરાસરના ઓટલે ગપ્પાં મારવાં નહિ, માવામસાલા ચાવવા નહિ,
12. એંઠું મોં પાણીથી સાફ કર્યા વિના મંદિરમાં દાખલ થવું નહિ.
13. અંગલૂછણાં અને પાટલૂછણાં ભેગાં કરવાં નહિ,
For Priv: 15 Personal Use Only
www.jainelibrary.org