________________
ફાટેલા અંગભૂંછણાં વપરાય છે તે વપરાતાં પણ બંધ થાય. અંગભૂંછણાં મેલાં, કધોણાં થાય કે ફાટી જાય તો તરત જ બદલી નાખવાં જોઈએ. ફાટેલું વસ્ત્ર કયારેય પણ પ્રભુને અંગે લગાડવું નહિ. | એક ગામમાં હું દર્શન કરતો હતો તે ઘડીએ એક ભાઈ હાથમાં એક ડૂચો લઈને અંગલુછણાં કરવા આવ્યા. મેં તે ડૂચાને ખુલ્લો કરાવ્યો તો તેમાં લગભગ દશથી બાર મોટાં મોટાં કાણાં પડેલાં હતાં અને કિનારો ફાટેલી હતી. ત્રણલોકના ધણીના દરબારમાં આવો ડૂચો જોઈને મારા હૃદયમાં વેદનાનો પાર ન રહ્યો. રે! હજારો રૂપિયાના શુટીંગ શટિંગ નૃત્ય સાથે પ્રભુને ચામર ઢાળવો. પીસ ખરીદનારા શ્રીમંતો પ્રભુભક્તિમાં આવા ડૂચા વાપરે તે શું શોભાસ્પદ છે ? દરરોજ નહિ તો કમસેકમ દર બેસતે મહિને કે પર્વ તિથિને દિવસે તો અવશ્ય બે વસ્ત્રોની (અંગ લૂંછણાંની) જોડ પ્રભુને ચડાવવી.
વસ્ત્રપૂજાની વિધિ :
વસ્ત્રપૂજા કરવા માટે એક થાળીમાં બે વસ્ત્રો મૂકી હાથમાં લઈ પ્રભુ સન્મુખ ઉભા રહેવું પછી ‘નમોડહંતું બોલી ઉપરનો દુહો તથા મંત્ર બોલી બેય વસ્ત્રો પરમાત્માના મસ્તક પર મૂકવાં અથવા ખુલ્લા કરીને બેય ખભા પર ઓઢાડવાં.
(દુહો બોલ્યા બાદ મંત્ર બોલીને વસ્ત્રયુગલ ચડાવવું)
સેવક ભાવે પ્રભુને પંખો વીંઝવો.
() દ્વારજિનપૂજા
| શ્રાદ્ધવિધિ, ધર્મ સંગ્રહ આદિ ગ્રંથોમાં જણાવ્યું છે કે સૌ પ્રથમ મૂળનાયક ભગવાનની પૂજા કરવી,તે પછી આસપાસનાં બિંબોની કરવી અને મંદિરમાંથી બહાર નીકળતાં છેવટે દ્વારજિન તથા સમવસરણ જિનની પૂજા કરવી.
આરીસામાં પ્રભુનું મુખારવિંદ જોવું.
Jain Education International
PORNO
www.jaintibrary.org