________________ [26] ઢાળ 1/1 સંતેષ થતું નથી. તેથી તે રાસની પ્રથમ પાંચ કડીમાં પરમાત્માનું તત્ત્વચિંતનરૂપ સાચું શરણ ગર્ભિત રીતે સ્વીકારે છે. તત્ત્વચિંતનરૂપ અધ્યવસાય વિના પ્રજ્ઞાષ્ટકના ગુણે યથાર્થ રીતે પ્રકટી શકતા નથી અને આવા મહાકલ્યાણકારી કાર્યનું મંગલ યથાર્થ સચવાય નહીં. પ્રજ્ઞાષ્ટકના ગુણે આ પ્રમાણે છે - (1) શુશ્રુષા (2) શ્રવણ (3) ગ્રહણ () ધારણ (5) વિજ્ઞાન (6) ઊહ (7) અહિ અને (8) તવાભિનિવેશ. આ પ્રજ્ઞાષ્ટકના પ્રથમ ત્રણ ગુણો કેળવવાનું શ્રી નેમિદાસ રાસની પહેલી કડીમાં જ ગર્ભિત રીતે નિર્દિષ્ટ કરે છે. પ્રથમ કડીનું છેલ્લું પાદ “તે ગ્રહવાને થાઓ જાણ” છે. આ પાદ કેને સંબોધવામાં આવ્યું છે તે દર્શાવાયું નથી. પણ તે “શુશ્રષાના ગુણ ધરાવનારા હે ભયજને !" એમ સૂચિત કરે છે, તેમ સમજવામાં કાંઈ વાંધો નથી. એટલે કે પ્રસ્તુત રાસ તસ્વરૂપ વિષયને સાંભળવાની ઈચ્છા રાખનાર ભવ્યજનેને સંબોધીને રચાય છે. “તે ગ્રહવાને થાએ જાણ” આ શબ્દનો અર્થ નીચે પ્રમાણે થઈ શકે છેઃ ઉપગપૂર્વક યાન દઈને સાંભળો (શ્રવણ કરો) અને તરવવિષયક શાસ્ત્રાર્થ ગ્રહણ કરો.” જે અર્થ ગર્ભિત છે તેનું આ પ્રમાણે ઉદ્દઘાટન થાય તે પ્રજ્ઞાણકના ત્રણ ગુણે પહેલી કડીમાં પ્રાપ્ત થાય છે..... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org