________________ [25] ઢાળ 1/1 અરિહંત ભગવંત પરમાત્મા છે. પરમાત્મત્વનું નિશ્ચય સ્વરૂપ પ્રત્યેક જીવાત્મામાં અન્તાનહિત છે, માત્ર આવરણોથી આવૃત હોય એટલું જ. જે જીવાત્મા યોગ્ય સાધના દ્વારા એટલે કે શાંત વૃત્તિ વડે તત્ત્વના સંવેદન-અનુભવને અનુસરી અનુબંધ શુદ્ધિ કરી એ આવરણ સર્વથા નિવારે તે પોતે જ વિશુદ્ધ પરમાત્મા સ્વરૂપ બની રહે છે. મોક્ષમાર્ગ માટે ચારિત્રને અંતિમ સ્થાન અપાય છે, પણ બારીકીથી વિચાર કરતાં એનું તાત્પર્ય કેવળજ્ઞાનમાં જ છે. ચારિત્રની પૂર્ણતા એટલે મોહન સર્વથા ક્ષય. | નાના મોટા સઘળા દેવ ગમે તેટલી ભૌતિક વિભૂતિ ધરાવતા હોય છતાં તેમના કરતાં મનુષ્યનું સ્થાન ચડિયાતું જ મનાયું છે; તેમ જ એ એક પ્રૂર સત્ય છે કે, બાહાવિભૂતિ અને બાહ્યશારીરિક દૃષ્ટિએ મનુષ્ય દેવ કરતાં ગમે તેટલે ઉતરતો હોય છતાં જ્યારે મનુષ્ય આધ્યાત્મિક માર્ગે આગળ વધે છે, ત્યારે મોટામાં મેટા શક્તિશાળી દેવો પણ મનુષ્યના દાસ થઈ જાય છે. આ કારણે અને જીવતત્વની વિચારણા મેક્ષનું અન્તિમ ફળ આપે તેવી હોવાથી તે વિચારણા મહાકલ્યાણકારી છે તેવું અહીં સૂચવ્યું છે. શુદ્ધ આત્મતત્વના ચિંતન જેવી મહાકલ્યાણકારી પ્રવૃત્તિ કરતાં પહેલાં પ્રસ્તુત રાસમાં શ્રી શ્રુતદેવી-સરસ્વતીની માંગલિક હતુતિ શ્રી નેમિઠાસ કરે છે. પરંતુ તેમને તેટલાથી - જે આત્મતત્વનો નિશ્ચય તે જ પરમ અધ્યાત્મ છે, તે જ પરમ અમૃત છે, તે જ પરમ જ્ઞાન છે અને તે જ પરમયોગ છે. એટલે આત્મતત્વને નિશ્ચય થવાથી ઉત્કૃષ્ટ અધ્યાત્મ, ઉત્કૃષ્ટ અમૃત, ઉત્કૃષ્ટ જ્ઞાન અને ઉત્કૃષ્ટ યોગ પ્રાપ્ત થાય છે. –અધ્યાત્મસાર આત્મનિશ્ચયાધિકાર લે. 190 સરખા - प्रभाराशिरिव श्रीमान् सर्वविश्वोपकारकः / सदानंदसुखापूर्ण: स्वात्मा ध्यातव्य ईदृशः // 13 // शुद्धस्फटिकसंकाशः सर्वज्ञगुणभूषितः / परमात्मा कलायुक्तो ध्येयः स्वात्मा मनीषिभिः / / 14 // પ્રભારાશિ (તેજના સમૂહ-સૂર્ય) સમાન શોભાવાળા. સકલ વિશ્વના ઉપકારક તેમ જ સદા આનંદ અને સુખથી પૂર્ણ એવા પિતાના આત્માને (ધ્યાનીએ) ધ્યાવવો જોઈએ. તે 13 | શુદ્ધ સ્ફટિક સમ નિર્મળ, સવથા ગુણોથી વિભૂષિત અને પરમાત્માઓની કલાઓથી યુક્ત, એવા પિતાના આત્માનું બુદ્ધિશાળી પુરુષોએ ધ્યાન કરવું જોઈએ. તે 14 . ગપ્રદીપ (જે. સા. વિ. મ.) मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् / ध्यानसाध्य मतं तच्च, तद् ध्यानं हितमात्मनः // કમ ક્ષીણ થાય તો મેક્ષ મળે; કમ આત્મજ્ઞાનથી-ગુજ્ઞાનથી ક્ષીણું થાય અને આત્મજ્ઞાન ધ્યાનથી પ્રાપ્ત થાય છે. આ ધ્યાનનું પ્રત્યક્ષ ફળ છે. –ોગશાસ્ત્ર 4/113 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org