________________ [24] પામવાને (શ્રષાના ગુણ ધરાવનારા હે ભવ્ય જને! ) સુજ્ઞ (જાણકાર ) થાઓ. (ઉપગપૂર્વક શ્રવણ કરશે અને તત્વવિષયક શાસ્ત્રાર્થ ગ્રહણ કરો. ). વિવરણ: પ્રારંભની કડીમાં આ કાવ્યકૃતિ વિષે શિષ્ટાચાર કેવી રીતે જળવાય છે, તે વિચારીએ : મંગલ :- અહીં શ્રુતદેવીને પ્રણામ તે મંગલસૂચક છે. અભિધેય:- કારથી ક્ષકાર સુધીના પચાસ વર્ણોનો સમુદાય સિદ્ધાક્ષર જે માતૃકારૂપે પ્રસિદ્ધ છે, તેમનું જે ચક્ર તે “સિદ્ધચક્ર' કહેવાય છે. પંચપરમેષ્ઠિ મંત્ર પણ સિદ્ધાક્ષર અને માતૃકારૂપે પ્રસિદ્ધ છે. તેથી સિદ્ધચક્રની ધારણા તે પંચ પરમેષિ મંત્રરાજ ધ્યાનમાલા”ના અભિધેયની સૂચક છે. વિષયઃ–શુદ્ધાતમ એટલે શુદ્ધ જીવતવની વિચારણા તે વિષયસૂચક છે. પ્રોજન –કલ્યાણ એટલે શ્રેયસું. મહાકલ્યાણ એટલે નિશ્રેયસ અર્થાત્ મોક્ષ. મહાકલ્યાણકારી મેક્ષરૂપી ફળ તે પ્રયજનસૂચક છે. આ પ્રકારે પ્રસિદ્ધ અનુબંધ ચતુષ્ટયના નિયમો અનુસાર વ્રતધારી, કવિરાજ શ્રી નેમિદાસ રામજી શાહ તેમની કાવ્યકૃતિ રસરૂપે અથવા “અનુભવલીલા' રૂપે રજૂ કરે છે અને “બાલવિલાસ” રૂપે ટબા વડે અર્થવિસ્તાર તેમના ગુરુવર્ય શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરે આપવા કૃપા કરી છે. પરમાત્માને શુદ્ધ સ્ફટિક સમાન નિર્મલ રૂપને અહીં શુદ્ધાતમરૂપે દર્શાવવામાં આવ્યું છે. તેના ધ્યાનથી પ્રથમ પરમાત્મામાં ધ્યેયમાં) અને પછી આત્મામાં (જીવાત્મામાં) સાદનું જ્ઞાન થાય છે. પ્રકારે સ્પષ્ટ ) અને મહાકલ્યાણમય છે. આમાં પણ કર્મરૂપી કલંકને ટાળીને જ્યારે વિશુદ્ધ અને નિમલ થાય છે, ત્યારે સિદ્ધ પરમાત્માની જેમ મહાકલ્યાણમય હોય છે. + તત્ત્વ વિષે તાત્પર્યજ્ઞાનને જે જીવ નિશ્ચય કરી શકે તે જ આ આત્માનું સ્વરૂપ જાણે. આવા તવાભિનિવેશવાળી પ્રજ્ઞા વિનાને જીવનથી જાણતા પરમાત્મપણું, નથી જાણતો અંતરાત્મપણું, કે નથી જાણત અનાદિકાલથી પોતે જે રીતે ફર્યો છે તે બહિરામપણું. આ ત્રણ પ્રકારને આ જીવ અનાદિકાળથી (તત્ત્વગોચર પ્રજ્ઞા વિના) જાણતા નથી. ઉપર્યુક્ત પ્રજ્ઞા વગરના જીવને આમાની દશાને અંગે કંઈપણ બેધ હોતા નથી. તેથી શાસ્ત્રો સારી શિખામણુરૂપે સકલ ઉપાદેયના બોધની આદિમાં આત્માના શુદ્ધ સ્વરૂપના તાવિક બોધની આવશ્યકતા જણાવે છે. આત્મસ્વરૂપને બોધ બરાબર પ્રાપ્ત થાય તો પછી તે જીવ બહિરભવનથી કંટાળ્યા વગર રહે નહિં. ઉદ્વેગ અથવા વૈરાગ્ય જે થાય તે નરસાણને આધીન છે. સારાપણું જણાયું કે ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે, ખરાબપણું જણાયું કે છોડવાની ઈચ્છા થાય છે. આ છોડવાની મરજીનું નામ વૈરાગ્ય છે. સારી વસ્તુ તાત્વિક હોય તે મેળવવાની ઈચ્છા અને જાણેલી ખરાબ વસ્તુથી દૂર રહેવાની ઈચ્છા આનું નામ જ વૈરાગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org