________________ [28] (4) પ્રતિકમણ સૂત્ર પ્રબોધટીકા ભા. 3 જે-- મન્નg જિળા” થી આરંભી પ્રતિક્રમણના અવશિષ્ટ સર્વ સૂત્રો આમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઉપરાંત અનેક મહત્વના વિષયો આમાં ચર્ચવામાં આવ્યા છે. અજિત. શાન્તિ સ્તવ ઉપર અદભુત પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રાચીનમાં પ્રાચીન પ્રતિઓના આધારે સંતિવા સ્તવને પાઠ સુધારીને મૂકવામાં આવ્યો છે. પાંચેય પ્રતિક્રમણની વિધિ તથા હેતુઓ સ્તવનાદિ સંગ્રહ તથા અનેક પરિશિષ્ટ સમુચિત રીતે અપાયા છે. 2400 પૃષ્ઠ પ્રમાણ આ 3 ગ્રંથ એક યાદગાર કૃતિ સમા છે. વિ. સં. 2009. મૂલ્ય રૂા. 5-00 * (5) પંચ પ્રતિક્રમણ સૂત્ર (પ્રધટીકાનુસારી) ગુજરાતી આવૃત્તિ– પાંચેય પ્રતિકમણના સૂત્રોના પ્રત્યેક શબ્દના અર્થ, સમુદાયાર્થ, અર્થ રહસ્ય, સૂત્ર પરિચય, વિધિઓ તથા અન્ય સર્વ ઉપગી વિષયોને સમાવતું શુદ્ધ પ્રકાશન છે. 640 પાનાને દળદાર ગ્રંથ. વિ. સં. 2010. મૂલ્ય રૂા. 2-00 (6) પંચ પ્રતિક્રમણ સૂત્ર તથા નવસ્મરણ. (આવૃત્તિ બીજી) હીન્દી આવૃત્તિ પાંચેય પ્રતિક્રમણના સૂત્રોને શબ્દાર્થ, અર્થસંકલના, સૂત્ર પરિચય, વિધિઓ, ઉપયોગી વિષય, નવસ્મરણે, ચૈત્યવંદન તથા સ્તુતિએ વગેરેનો સમાવેશ કરતું આ સર્વાગ શુદ્ધ પ્રકાશન છે. વિ. સં. 2025. મૂલ્ય રૂા. 5-00 * (હ) સચિત્ર સાથે સામાયિક શૈત્યવંદન. (આવૃત્તિ બીજી) સામાયિક તથા ચૈત્યવંદનના સૂત્રોનું વિશિષ્ટ રીતે, સરળ, બાળભોગ્ય ભાષામાં વિવેચન કરી, જરૂરી ચિત્રો દ્વારા તેની સમજૂતી આપવામાં આવી છે. વિ. સં. 2024. મૂલ્ય રૂા. 1-25 (8) યોગપ્રદીપ. લગભગ દોઢસો શ્લોક પ્રમાણે આ પ્રાચીન ગ્રંથ યોગ જેવા ગહન વિષય ઉપર ગંભીર પ્રકાશ પાડે છે. આમાં પ્રાચીન ગુજરાતી બાલાવબોધ તથા અર્થ સમજૂતી દ્વારા વિશિષ્ટ વિવેચન છે. વિ. સં. 2017 મૂલ્ય રૂા 1-50 * 9) ધ્યાન વિચાર (સચિત્ર) આ નાનકડો ગ્રંથ ધ્યાન અંગેના તદ્દન અપરિચિત 24 પ્રકારે દર્શાવી, જૈન દર્શને ધ્યાનના વિષયમાં જે વિશદ ચિતન દર્શાવ્યું છે, જે ગૂઢ રહસ્ય દાખવ્યાં છે તેને પ્રકટ કરે છે. ધ્યાનના વિષય પર આ પ્રકાશ પાથરનાર કેઈ ગ્રંથ આજ સુધી પ્રાપ્ત થયેલ નથી. વિ. સ. 2017 મૂલ્ય-સ્વાધ્યાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org