________________ 277] ઈ. સ. 1971 સુધીમાં મંડલ દ્વારા 23 ગ્રંથ પ્રકાશિત થઈ ચૂકયા છે અને અન્ય અનેક ગ્રંથે જુદા જુદા પ્રેસમાં છપાઈ રહ્યા છે, જેનું પ્રકાશન સમયે સમયે થતું રહેશે. કાર્યાલય– ગૃહત્ મુંબઈ વીલેપારલે, ઈરલામાં સ્વામી વિવેકાનંદ રોડ ઉપર સંસ્થાનું વિશાલ પ્રાંગણ તથા ઉદ્યાન યુકત નિજી મકાન છે. અહીં સંસ્થાનું કાર્યાલય તથા એક સમૃદ્ધ પુસ્તકાલય છે. આ પુસ્તકાલયમાં આગમ, સ્તોત્ર, પ્રકરણ, પૂજા, કથા, પ્રબંધ, રાસ, ચરિત્ર, વ્યાકરણ, ન્યાય, કાવ્ય, નાટક, અલંકાર, છંદ, સંગીત, જ્યોતિષ, યોગ, ધ્યાન આદિ અનેક વિષયોના બહુમૂલ્ય ગ્રંથ તથા કે સંગૃહીત કરાયા છે. વૈદિક, તાન્ત્રિક તથા બૌદ્ધ આદિ જેનેતર સાહિત્યના પણ મહત્વપૂર્ણ ગ્રંથને અહીં સંગ્રહ છે. ઉપરાંત અનેક દુર્લભ હસ્તલિખિત પ્રતિએની ટેરટેટિક કોપીઓને પણ સારો એ સંગ્રહ છે. મંડળ તરફથી આજ સુધી નિમ્નલિખિત ગ્રન્થો પ્રકાશિત થવા પામ્યા છે. શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ દ્વારા અદ્યાવધિ પ્રકાશિત ગ્રંથે. (1) પ્રતિક્રમણની પવિત્રતા પ્રતિક્રમણ સૂત્રોના રચયિતા, તેની આવશ્યકતા, પ્રતિક્રમણની ચારિત્ર ઉપર અસર વગેરે વિષયોની વિશદ મીમાંસા કરી અનેક શંકાઓના શાસ્ત્રીય સમાધાન આમાં આપવામાં આવ્યાં છે. વિ. સં. 2007 મૂલ્ય રૂ 0-62 (2) પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભા. 1 લ– પ્રતિક્રમણ સૂત્રોના અષ્ટાંગ વિવરણને સમાવતા આ પુસ્તકના ત્રણ ભાગ પછી આ પ્રથમ ભાગમાં નવકાર મંત્રથી આરંભી ગરિહંત વેચાણ સુધીનાં સૂત્રો સામેલ કરવામાં આવ્યાં છે, કાત્સગ ઉપર પુષ્કળ પ્રકાશ પાડવામાં આવ્યો છે. પૂજાની પરિભાષા સમજાવાઈ છે, આલંબન ચગનું રહસ્ય દર્શાવાયું છે. આ ભાગના પાંચેય પરિશિષ્ટ ફરી ફરીને વાંચવા જેવાં છે. વિ સં. 2007 મૂલ્ય રૂ. 5-00 * (3) પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભા. 2 જે આ બીજા ભાગમાં ‘મવાનદ્દે થી આરંભી મરર સુધીનાં સૂત્રો સમાવિષ્ટ કરાયાં છે. પંચાચાર અને શ્રાવકધર્મ ઉપર પુષ્કળ પ્રકાશ પાથરેલ છે. - લઘુશાન્તિ ઉપર 100 પૃષ્ઠ જેટલું વિવેચન કરી તેના પદે પદનું રહસ્ય સમજાવી તેમાં રહેલા મ ના અર્થનું ઉદ્દઘાટન કરાયું છે. મૂલ્ય રૂા 5-00 1 2 આ નિશાનાવાળા ગ્રન્થો અપ્રાપ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org