________________ જૈન સાહિત્ય વિકાસ મંડળ, વિલેપારલે, મુંબઈ. સંસ્થાની સ્થાપના અને તેનાં પ્રકાશનો. સ્થાપના શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડલની સ્થાપના તા. ૧૫-૮-૧૫ના રોજ સોસાયટીઝ રજીસ્ટ્રેશન એકટ 1860 નીચે રજીસ્ટર કરાવીને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ નં 3092 નીચે કરવામાં આવી છે. તેનું સંચાલન સોસાયટીના મેમોરેન્ડમ, રૂસ અને રેગ્યુલેશન અનુ. સાર કાર્યવાહક સમિતિ દ્વારા થઈ રહેલ છે. જેના સભ્યો હાલ નીચે પ્રમાણે છે. 1. શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દેશી. (પ્રમુખ) 2. શેઠશ્રી ભેગીલાલ લહેરચંદ ઝવેરી. 3. શેઠશ્રી મૂળચંદ વાડીલાલ. 4. શેઠશ્રી રસિકલાલ અમૃતલાલ દોશી. 5. શેઠશ્રી ચંદ્રકાન્ત અમૃતલાલ દોશી. 6. શ્રી રમગ્રિકલાલ ચુનીલાલ શાહ. આ મંડલને તા. ૨૩-૩-૧૯૫૫ના રોજ મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એકટ અનુસાર રજીસ્ટર કરવામાં આવેલ છે. તેના સર્ટિફિકેટને નં. ' 416 (Bon.) છે. મંડળને દર ત્રણ વર્ષે આવકવેરાથી મુકત થવાના સર્ટિફિકેટ મળે છે. ઉદેશ– મંડલની સ્થાપનાને મુખ્ય ઉદ્દેશ જૈન દર્શન વિષેના સાહિત્યનું સંશોધન અને પ્રકાશન કરવાને છે. તેમાં પણ જૈનસિદધાત, યોગ અને ધ્યાન વિષયક સાહિત્યને મહત્ત્વના સ્થાને રાખવામાં આવેલ છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરને ઉપદેશ તથા તેમના દ્વારા પ્રતિપાદિત કરાયેલા સિધાનતે તેમજ આચાર વિચારના સંબંધમાં જૈનાચાર્યો તથા વિદ્વાનોએ જે વિપુલ સાહિત્યનું નિર્માણ કર્યું છે તેને પ્રકાશમાં લાવવું અને તે માટે, આવા સાહિત્ય સાથે સંબંધ ધરાવતી પ્રાચીન હસ્તલિખિત પ્રતિ પ્રાપ્ત કરવી. તેને સંશોધિત સંપા. દિત અને પ્રકાશિત કરીને જનસમૂહમાં તેને પ્રચાર કરવાની દિશામાં મંડલે કાર્યો કર્યા છે અને કરી રહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org