________________ ર૭ર અધ્યાત્મસા૨માલા લિખઈ જેહ પરમાતમા, પરમાતમના ભાવ; ખ્યાયિક ભાવઈ આપમેં, પરિણાર્મિ પરભાવ. એહવે જે પરમાતમા, તેહી જ છઈ અરિહંત; દ્રવ્યથકી નિબીજ છઈ, ભાવઈ ઘુતિ નતિ કંત. સિદ્ધ સરૂપી એહ છઈ, આચારિ પણિ એહ; વાચક નય ઉપનય લહી, સાધુ સયલ ગુણગેહ. માર્ગ તે શુદ્ધાતમ તણો, અવિનાશી નિજ રૂપ; સહજ સભાવે સંવરી, જ્ઞાનાધાર અનૂપ. સકતિ સહાયી ભાવ છે, વીર્ય વિનોદ અનંત ગૌણ મુખ્યની વ્યક્તતા, નવિ લહિયેં અત્યંત. નિત્ય દ્રવ્યની સક્તિથી, સકલ ભાવની વ્યક્તિ પર્યાયઈ જે પરિણમેં, સમયઈ જેવું અનિત્ય. નિત્યાનિત્યપણે રહઈ(ઈ), ધ્રૌવ્યઈ નહી પરભાવ; પરમાતમ સુખમાં અછઈ, ન મિલઈ દુવિધાભાવ. એહવા ગુણ સમુદય તણે, જે છઈ પરમાધાર; તેહ તણું જે ચિંતના, તે અધ્યાતસાર. એહી જ તત્ત્વ નિધન છે, એહી જ દર્શન સાર; તિણે ભવભૂપ જ મુંદીઓ, તે પામઈ ભવપાર. ઈણિ યાન જે લય થયા, તિણિ કાઢિ કર્મની કવિ, તપ જપ પણિ કિરિયા બહું, ન કર એહની હડિ. જ્ઞાન ક્રિયા દઉ નય મિલી, સાધઈ મુગતિને પંથ; એક નઈ જે સાધી, તે હાઈ ભવ પલિમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org