________________ ઢાળ 7/11 કરીશ ભૂળ - ઈમ ધ્યાનમાલા ગુણવિશાલા ભવિક જન કંડિ ઠ, જિમ સહજ સમતા સુરલતાન સુખ અનોપમ અનુભવે; સંવત રસન્નડતુ મુનિ શશી (1966) મિત માસ મધુ ઉજજવલ પરિખ, પંચમી દિવસઈ ચિત્ત વિકસઈ લો લીલા જિમ સુખ. 1 શ્રીજ્ઞાનવિમલસૂરિ ગુરુકૃપા લહી, તસ વચન આધારિ; ધ્યાનમાલા ઇમ રચી નેમિદાસઈ વ્રતધારિ૧૧. (4) - એ ધ્યાનમાલા સકલ પ્રાણ કંઠ કરો. એ ધ્યાનમાલાનો ટબ ભ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિ કીધે, રહસ્ય જાણવા માટે. એ રહસ્ય સમઝીને પંચ પરમેષ્ઠીપદ આરાધી તમય થાઓ; જેમ મહામંગલ નિવાસ થાઓ..૧૧. (4) ઈતિ શ્રી પંચપમેથી મંત્રરાજ ધ્યાનમાલા, અનુભાવલીલા. બાલ વિલાસ. શબ્દાર્થ - કંઠિ હે ... ... ... ... ... કંઠે કરો, યાદ રાખો. સમતા સુર લતાનો.. .... .... ... સમતારૂપી સુરની લતાને માસ મધુ .. . .. ચૈત્ર માસ, ઉજજવલ પબિં ... ... ... ... શુકલ પક્ષમાં. ભાવાર્થ - (પ્રશસ્તિ ) હે ભજનો ! ગુણોનું દર્શન કરાવવામાં વિશાલ એવી આ “ધ્યાનમાળા” ને પુષ્પમાળાની પેઠે તમે કંઠમાં ધારણ કરે. એથી સ્વાભાવિક સમતારૂપી સુરલતાના અનુપમ સુખને અનુભવ થશે. આ ધ્યાનમાળા ગ્રંથ સં. 1766 ના ચૈત્ર માસની સુદિ પંચમીના દિવસે (શ્રી નેમિદાસે) પ્રકુલિત મનથી રચ્યો છે. તે દ્વારા તમે ચિત્તને વિકાસ કરીને આનંદથી અને સુગમતાથી સુખને પામશે. 11. (4) શ્રી જ્ઞાનવિમલસૂરિની કૃપા પ્રાપ્ત કરીને, તેમના વચનને આધારે વ્રતધારી નેમિદાસ નામના કવિએ આ “પરમેષ્ઠી ધ્યાનમાળા” ની રચના કરી છે. વિવરણ - પ્રસ્તુત ગ્રંથનું અપર નામ “અનુભવ લીલા” હોય તેમ જણાય છે. સાતમી ઢાળની દશમી કડી (અથવા ઉપસંહારની ચેથી કડીની બીજી અને ચોથી પંક્તિમાં “અનુભવ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org