________________ હાળ 7/7 ( આલંબનથી પરિણામની સ્થિરતા) મૂળ: ધર્મધ્યાન અવલંબને રે, હાઈ થિર પરિણામ, આલંબનમાં મુખ્ય કઇં રે, એ પરમેષ્ઠી નામ; ધામ પાપના જે વલી હુતા, તે પિણ ભવને પાર પહંતા, તિર્યંચાદિકને સું કહીશું, અવર ગુણ જનૅ એ લહીઈજી. આંચલી...૭ ટબોલ– ધર્મધ્યાનના અવલંબન કરતે પિણ પરિણામ થિરતા હોયે સંસારમાં અવલંબન અનેક છઈ. તેમાંહિ પરમેષ્ઠી મંત્ર પદનું આલંબન વિશેષ છઈ. એ પરમાતમ ધ્યાન નવપદના પ્રવર્તન થકી જે પાપનાં ઘર ચિલાતીપુત્ર સરિખા તે પણિ સંસારનઈ પાર yહતા. વલી તિર્યંચાદિકનું વલી સ્યું કહેવું. અપર ગુણી જનનઈ ઉપગારી થાઇ તેની સી વાત ?...7. શબ્દાર્થ - પરમેષ્ઠી નામ ... પરમેષ્ઠી મંત્ર પદ. આલંબનમાં મુખ્ય આલંબન વિશેષ. ધામ પાપના . પાપના ઘર-ચિલાતીપુત્ર સરખા. અવર ..... ... ..... .. ... અપર-બીજા. ભાવાર્થ - ધર્મધ્યાનના અવલંબનથી આમ પરિણામોની સ્થિરતા સધાય છે. એ અવલંબનેમાં પંચ પરમેષ્ટી મંત્ર પદનું આલંબન મુખ્ય છે. ચિલાતીપુત્ર જેવા પાપી આત્માઓ * *ઉપશમ, વિવેક અને સંવર' એ ત્રણ પદની યથાર્થ રટનાથી ચિલાતીપુત્ર જેવા અઘોર પાપી જીવનું પણ કલ્યાણ થઈ શકયું તો બીજા સુલભબોધિ જીવનું તો કહેવું જ શું ? -પ્રશમરતિ પ્રકરણપૃ. 135 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org