________________ ઢાળ 7/6 ( નિશ્ચય વ્યવહારના સંકલ્પપૂર્વકનો ગુણ ) મૂળ - અભ્યાર્સે કરી સાધીઈ રે, લહી અનેક શુભ યોગ, આતમવીર્યની મુખ્યતા રે, જ્ઞાનાદિક સુવિવેક; છેક કહે વ્યવહાર વિચારી, અસુ(શુ)ભ ત્યાગથી શુદ્ધ આચારી, ગુણઠાણ અનુગત ગુણ ભારી, જાણઈ અવિવેકી ભિખારી જી. આંચલી...૬. બે - અભ્યાસે કરી સાધીયે તે પ્રતેં અનેક શુભયોગ પામીને આત્મવીર્યની મુખ્યતાયે કરી જ્ઞાનાદિકની સુવિકતા કરીને છેક - ડાહા તે વ્યવહાર વિચારીને સકલ કાર્યની થિરતા રાખે. અશુદ્ધ આચારને ત્યાગ કરેં, શુદ્ધ આચારને આદર કરે. ગુણઠાણને અનુગત તત્સદશ આચાર-વ્યવહાર . એવી વાત અવી(વિ) વેકી ભિખારી તે શું સમઝે ?....6. શબ્દાર્થ - डाहा વ્યવહાર વિચારી ... કેવળ નિશ્ચયનો વિચાર ન કરે પણ તે સાથે વ્યવહાર વિચારે. ગુણઠાણ અનુગત ... ગુણસ્થાનક્રમ અનુસાર, આચાર ... ... . વ્યવહાર. ભાવાર્થ - અનેક પ્રકારની યોગપ્રક્રિયાઓ પ્રાપ્ત કરીને અભ્યાસ દ્વારા આત્મ સાધના કરવી જોઈએ. સાધક જ્ઞાની પુરુષો મુખ્ય એવા આત્મવીર્યથી ( સતત પુરુષાર્થ અને અભ્યાસથી ) અગર વિરતિ પૂર્વક વિવેકજ્ઞાનથી વિચારીને સમગ્ર વ્યવહારને સિદ્ધ કરે છે. તે શુદ્ધ આચારોથી અશુદ્ધ વ્યવહારનો ત્યાગ કરે છે. તેથી એવા પુરુષને આચાર - વ્યવહાર ગુણસ્થાનક અનુસાર ગુણવાળો હોય છે, પણ આ હકીકત બિચારા અવિવેકી હોય તે કેમ જાણી શકે ?.6. * ગુણસ્થાનક્રમની ભૂમિકા માટે જુઓ ઢાળ-૧, કડી-ર ની પાદનોંધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org