SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ [23] હાળ 74 તેટલું વિશાળ અને સ્પષ્ટ હોવા છતાં સાંસારિક વાસનાનું પિષણ કરનાર હોવાથી મિથ્યાજ્ઞાન - અજ્ઞાન કહેવાય છે. ચૌદ પૂર્વનું જ્ઞાન, મુનિ પણું, હજારે જાતિના સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાધન - જે જે મહેનતે - જે જે પુરુષાર્થ કહ્યા છે, તે એક આત્માને ઓળખવા માટે - શોધી કાઢવા માટે-આત્માને અર્થે થાય તે સફળ છે, નહિ તે નિષ્ફળ છે. જો કે તેથી બાહ્ય ફળ થાય, પણ ચાર ગતિને છેદ થાય નહિ. સમ્યગૃષ્ટિ અથવા તથા પ્રકારની દષ્ટિભેદને ત્યાગી જે અન્ય દર્શનીયના વેદાંતાદિ કંઈપણ ગ્રંથને વાંચે તે સમ્યરૂપે પરિણમે છે, કારણ કે - તે પુરુષ તે તે ગ્રંથમાંથી હેય, ય ને ઉપાદેવના વિભાગ સ્વરૂપને સમજે છે અને તેથી અન્ય શ્રી જિનેશ્વરના અથવા ગમે તેના ગ્રંથ કુદષ્ટિથી વાંચે તે મિથ્થારૂપે પરિણમે છે. - દાવિલ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન તથા ગમે તે વચન પ્રાયઃ અહિતનું કારણ થતું નથી. આત્મશ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુયોગ અર્થાત્ તત્ત્વજ્ઞાન - તત્ત્વબોધ જ છે. અનેક ઉપયેગી વિષે ચર્ચવા ઉપરાંત શ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુગ ઉપયોગી છે. દ્રવ્યાનુયોગમાં બાહ્ય વસ્તુ અને આત્મિક વસ્તુઓને અરસપરસ સંબંધ, એકબીજા ઉપર થતી તેની અસર અને તેનું વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં આવેલું હોય છે. આત્મશ્રદ્ધા સુદઢ થવાનો સહેલો અને સર્વોત્તમ ઉપાય આત્મજ્ઞાની - સદગુરુ-મુખે સમ્યગજ્ઞાનના ભંડાર સમા શ્રી જિનાગનું શ્રવણ કરવું એ જ છે. આ જ કારણે પ્રસ્તુત રાસની પહેલી ઢાળની પહેલી કડીના વિવરણમાં બુદ્ધિના આઠ ગુણો પૈકી શુશ્રષાગુણપર વધુ વજન આપવામાં આવ્યું છે. શ્રદ્ધાની સાથે જે શુશ્રષાદિ બુદ્ધિના ગુણો ભળે તો જ શ્રદ્ધાની સ્થિરતા અને દઢતા રહે છે, પરંતુ એકલી બુદ્ધિ કાર્યકર નિવડતી નથી. અને તેથી શ્રદ્ધાની મુખ્યતા અને બુદ્ધિની ગૌણતા સમજવી. જ્યાં સુધી ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવામાં ન આવે, ત્યાં સુધી સમકિતની પ્રાપ્તિ થતી નથી. પ્રભુ અત્યારે વિદ્યમાન નથી, પરંતુ તેમના ભાખેલાં સૂત્ર મોજુદ છે. તે સૂત્રમાં પ્રભુએ કહ્યું છે, તે મુજબ જે આપણે માનીએ - શ્રદ્ધિએ તે જ પ્રભુની આજ્ઞા માની કહેવાય અને તે જ સમકિત પ્રાપ્તિને એગ્ય બની શકાય. , ( પારમાર્થિક લેખ સંગ્રહ, પૃ 285.) . . . . - Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy