________________ [241 ] ઢાળ 7/4 અગ્નિના છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક તત્ત્વજ્ઞાન-તાત્પર્ય જ્ઞાન વડે આત્માનું સ્વરૂપ વિશુદ્ધ અને પરિપષ્ટ જણાય છે. આરાધક સભ્યજ્ઞાની હેય તે બીજાને પ્રમોદ ઉપજાવી શકે, તેમ જ વિભાવને સમજી શકે અને પરિણામે સ્વભાવ-રમણતા અનુભવે. 4 વિવરણ - વિપરીત તત્વાર્થ પ્રતીતિ– આત્મપ્રતીતિ એ જ મિથ્યા છે. જીવ અનાદિ સંસારદશામાં જગતના સઘળા બનાવે, ભાવ અને પ્રવૃત્તિઓને નિર્ણય કર્યા કરતે છતે પણ માત્ર પોતાના વારતવિક સ્વરૂપ સંબંધી અનિર્ણય અર્થાત વિપરીત શ્રદ્ધાન વડે જ દુઃખી થઈ રહ્યો છે અને એ જ અનંત સંસારદશાનું બીજ છે. જે મનુષ્ય જડ-ચેતનના વાસ્તવિક સ્વરૂપને સમજવે છે, તે આત્મશ્રદ્ધાના અપૂર્વ બળવડે પોતાની આત્મપરિકૃતિ અને બાહ્ય શરીરાદિ યુગને અવંચકભાવે પરિણમાવી શકે છે. એટલે કે મનને વિશુદ્ધપણે પ્રવર્તાવી શકે છે. સમકિતી જીવ રાગ-દ્વેષથી પર વસ્તુમાં–પૌગલિક વસ્તુમાં રાચ-માચતે નથી, અંતરથી ન્યારે વર્તે છે. જેમ જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળથી નિર્લેપ રહે છે, તેમ ભવ્યજીવ સમકિતની પ્રાપ્તિ થતાં સંસારમાં પરવસ્તુના સંબંધથી જ્યારે વર્તે છે, સંસા૨માં રહ્યા છતાં તે સર્વ સાંસારિક પદાર્થો પરથી મમતા ત્યાગે છે, તે પરવતુમાં થતી ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિને ત્યાગ કરે છે એટલે પુદ્ગલાનંદી કહેવાતું નથી, પણ ચતુર્થ ગુણરથાનકવાળે સમકિતી જીવ જ અંતરાત્મા કહેવાય છે. સમ્યગદષ્ટિને સર્વ પ્રકારના ભેગોમાં પ્રત્યક્ષ રેગોની માફક અરુચિ થાય છે, કારણ કે-જે સમયે સમ્યગુદષ્ટિની ચેતના, સમ્યકત્વ હેવાને લીધે શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે, તે સમયે તેની વિષમાં અરુચિ હેવી સ્વાભાવિક છે. સમ્યગદષ્ટિ હેયને હેય સમજે છે, પરંતુ હેય પદાર્થના ત્યાગમાં કેવળ સમ્યકૃત્વ જ કારણ નથી, કિન્તુ સમ્યકત્વના સભાવની સાથે ચારિત્રમેહનીય આદિને ક્ષયેશમાં પણ કારણ છે. અર્થાત્ - સમ્યકત્વના અભાવમાં વિષયે પ્રત્યે અરુચિ થાય છે, પણ વિષયને ત્યાગ તે સમ્યકત્વ સાથે ચારિત્રહને ક્ષયે પશમ હોય છે અને ત્યારે જ થાય છે. અવિરત સમ્યગદષ્ટિ પાપસેવનને અનિષ્ટ માનવા છતાં અને બીજાને તેના ત્યાગને ઉપદેશ આપવા છતાં, પિતે પરિત્યાગ કરી શકતા નથી તેનું કારણ ચારિત્રાવરણીય કર્મનો ઉદય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org