________________ ઢાળ 7/4 ( સ્વભાવ રમણતા ) મૂળ -- જન્માંતર સંસ્કારથી રે, અથવા સહજ સંભાવ, અથવા સુગુરુ પ્રસાદથી રે, પામેં તત્વ જમાવ; પાવકથી જિમ કંચન સૂદ્ધ તત્વ જ્ઞાનથી આતમ બુદ્ધ, આપે સંવેદી અન્ય પ્રદી, જાણે સર્વ વિભાવ વિનોદીજી. આંચલી.... ટબે— એહવું તત્વજ્ઞાન પૂર્વજન્મના સંસ્કારથી આવેં. અથવા સહજથી વિગર પ્રયત્ન આવે. તથા ગુરુની કૃપાથી તત્ત્વને જમાવ ઘન પામેં તિવારે જિમ અગ્નિથી કંચન નિમલ થાયે તિમ તત્વજ્ઞાનથી આત્મા પ્રભેદ પામે. આપ પોતે સમ્યગ જ્ઞાનનો જાણ થાયે અવરને પ્રમોદ ઉપજાવે. સર્વ વિભાવને ભા(રા) થાયે સ્વભાવપણે પ્રવર્તે છે. શબ્દાર્થ - જન્માંતર ... પૂર્વ જન્મના. સહજ ભાવ .. સાહજિક સ્વભાવથી, વગર પ્રયને. જમાવ ... ... ઘન, ઘેરું, ઊંડું (તત્વજ્ઞાન ) આપે સંવેદી . પિતે (પિતાની મેળે) તવજ્ઞાનને જાણકાર થાય. –આપ પોતે સમ્યગુ જ્ઞાનને જાણકાર થાય. અન્ય પ્રમોદી ... અવરને (બીજાને) પ્રમોદ ઉપજાવે (એ થાય.) વિભાવ વિનેદી... વિભાવને સહેલાઈથી જાણકાર થાય. ભાવાર્થ - ઉપર્યુક્ત શુભ સંક૯પદ્વારા તવ વિષે તાત્પર્ય જ્ઞાન ત્રણ પ્રકારે પામી શકાય તે આ રીતે - 1. જન્માંતરના સંસ્કારથી, અથવા 2. પિતાના સાહજિક સ્વભાવથી, અથવા 3. સદગુરુની કૃપાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org