________________ ઢાળ 7/3 ( અજ્ઞાનનો નાશ થતાં તાત્ત્વિક જ્ઞાનનો પ્રકાશ ) મૂળ - સિદ્ધરાસાદિક સ્પર્શથી રે, લેહ હાઈ જિમ હમ, આતમ ધ્યાનથી આતમા રે, પરમાનંદ લહઈ તેમ; જિમ સૂતે નર ઊઠી જાગે, જાણઈ સકલ વસ્તુ વિભાગે, તિમ અજ્ઞાન નિદ્રાન નાશઈ, તત્વજ્ઞાનને હેઈ પ્રકાસજી. આંચલી...૩. બે - જિમ સિદ્ધરસ કુંપીને (રસના ) ફરસથી લેહથી ડેમ થાયે વલી વિસે લેહથી હેમ થાયે તિમ કહ્યું તિમ પરમાત્મ ધ્યાનથી આત્મા તે પરમાનંદ પણ લહે કહેતાં પામે. જિમ સૂતે નર જાગે તિવારે પાછિલા સર્વ ભાવ સંભારે. કૃતકાર્ય પ્રારબ્ધ કાર્યના વિભાગ જાણે તિમ અજ્ઞાન નિદ્રાને છે તે ના તિવારે તત્ત્વજ્ઞાનનો પ્રકાશ થાયૅ....૩. શબ્દાર્થ - સિદ્ધરસ ... સિદ્ધરસની પી. જેના સ્પર્શથી લેહ હેમ થાય. લેખંડ સેનું થાય. સ્પર્શથી ... ફરસથી, સંગથી. ભાવાર્થ - સિદ્ધરસ વગેરેને સ્પર્શ થતાં જેમ લટું સુવર્ણ બની જાય છે, તેમ પરમાત્માના ધ્યાનથી આત્મા પરમ આનંદને પ્રાપ્ત કરે છે. જેમ સૂઈ ગયા પછી માનવી જ્યારે ઉઠે છે ત્યારે બધી વસ્તુઓનું વિભાગવાર જ્ઞાન થાય છે તેમ અજ્ઞાનરૂપ નિદ્રા નાશ પામી જતાં તાવિક જ્ઞાનનો પ્રકાશ લાધે છે. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org