________________ [38] ઢાળ ૭ર ભાવાર્થ - પ્રાણાયામ સ્વરોદય વગેરે પવનના જે સમગ્ર ભેદો કહ્યા છે તે તે રૂઢિ પરંપરાગત લોકમાં પ્રસિધ્ધ છે, તેથી કહેલાં છે. પણ મનને શુભ સંકલ્પમાં સ્થાપન કરવામાં આવે તો તે પવિત્ર એવા સ્થાનને પ્રાપ્ત કરે. એથી અશુભ કર્મો દૂર થાય અને બાહ્ય તેમ જ આંતર શત્રુઓ નાશ પામી જાય. આવી સ્થિતિ પ્રાપ્ત થતાં મનુષ્ય જિતકાશી એટલે જગતમાં વિજયી બને છે. અને દશે દિશાઓમાં અને શેરીએ શેરીએ તેની કીર્તિનું વાજિંત્ર વાગ્યા કરે છે..૨. વિવરણ: ધ્યાન માટે યુગના પ્રાણાયામ, સ્વરોદય વગેરે પવનને ભેદનું અહીં આગળની ઢાળોમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તે તે લોક પ્રસિદ્ધ રસમને અનુસારે જણાવ્યું છે. પરંતુ જે પવિત્ર પદ એટલે મુક્તિ મેળવવી હોય તે મનને શુભ સંકઃ૫માં જોડવું પરમ આવશ્યક છે. શુભ સંકલ્પ ધ્યાન વિના સાધી શકાતું નથી. અને સમગ્ર ધ્યાનમાં પરમેષ્ઠીઓનું ધ્યાન પુષ્ટ આલંબનરૂપ છે. તેથી એવા ધ્યાનપૂર્વક મનને શુભ સંકલ્પમાં જોડવાથી પવિત્ર પદ પ્રાપ્ત કરી શકાય છે. કર્તાએ પ્રથમ ઢાળની ત્રીજી કડીમાં વર્ણવ્યું છે કે - પ્રગટ્યો શુભ સંકલ્પ પ્રધાન, આપ્યું પ્રથમ શુદ્ધાતમ ધ્યાન. " એટલે શુભસંકલ્પરૂપ બીજને રાસને અંતે પણ શ્રી નેમિદાસ યાદ દેવડાવે છે. તે બીજમાંથી એટલે શુદ્ધ આત્માના ધ્યાન દ્વારા શુભ સંકલ્પની જે રીત જણાવી છે, તે દ્વારા અશુભ કર્મો નાશ પામે છે અને બહારના શત્રુઓ તેમ જ આંતરશત્રુઓ નાશ પામે ત્યારે સાધક વિજયી–જિતભય બની જાય છે. આવા વિજયી માનવીની આખા જગતમાં કીર્તિ ગવાય છે....૨. વિવરણુ જીવ, રાગ અને દ્વેષ એ બને તરફથી જે મધ્યસ્થ રહે છે તે પાપ, પુણ્યથી મુક્ત રહે છે. ધ્યાનને આ મુખ્ય મુદ્દો છે. - નિર્મળ ચિત્તવાળા તથા વૈરાગ્ય અને અભ્યાસના રસીલા ના આલંબનો અનેક પ્રકારના સંભવે, કારણ કે એ આલંબને છેવટે એને માધ્યભ્ય તરફ લેતા જાય છે... ધ્યાનને પરમ હેતુ માધ્યશ્ય છે ( ઉપમિતિ-ભવ-પ્રપંચ કથા ) પૃ. 2051-2054 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org