________________ [23] ઢાળ 6/3 ભાવાર્થ - (1) શાંત, (2) દાંત-દમી, (3) ગુણવંત, (4) સંતસેવી, (5) નિવિષયી, (6) કષાય વિનાને, (7) સમ્યગુ જ્ઞાની અને સમ્યમ્ દર્શની, (8) સ્યાદવાદ સિદ્ધાંતમાં રમણ કરનારે, હંસ પેઠે શમરસ ગ્રહણ કરનાર, (9) શુભકર્મ પરિણામી અને (10) અશુભ કર્મ વા૨ક. આવા ગુણવાળે ધ્યાતા પરમેષ્ઠી પદ પામવાનાં સાધને મેળવી શકે એમ શાહ રામજીના પુત્ર શ્રી નેમિદાસ કહે છે.....૩ * ગુણવાળે ધ્યાતા ધ્યાન કરવાવાળા જીનાં ઉપર જે લક્ષણો બતાવવામાં આવ્યા છે તે સંપૂર્ણ લક્ષણે જે જીવમાં હોય તો પછી ધ્યાન કરવાની જરૂરિયાત જ રહેતી નથી. ત્યારે આ લક્ષણો શા માટે બતાવ્યો છે ? આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે બીજમાં શક્તિ છે તે કરતાં અંકુરો ફૂટ્યા હોય તે અધિક ગણાય છે. બીજમાં રહેલી વૃક્ષ થવાની શક્તિની શરૂઆત અંકુરો કુટ્યાથી થયેલી ગણાય છે. આ ઠેકાણે પૂર્ણ ગુણો ઝાડ સમાન છે. તેટલા સંપૂર્ણ નહિ, પણ અંકુર જેટલા જ્ઞાનાદિ ગુણે તો બહાર આવવા જોઈએ જ. આટલી યોગ્યતા આવ્યા પછી અનુકૂળ હવા, પાણી, તાપ, રક્ષણ, ઇત્યાદિની સહાયથી અંકુરે વૃક્ષનું રૂપ ધારણ કરે છે. તેવી જ રીતે અંકુર જેટલા પણ જ્ઞાનવૈરાગ્યાદિ ગુણો માં પ્રગટ થયા હોય તો પછી થાનાદિની મદદથી તે ગુણે અનુક્રમે સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટી શકે છે. અર્થાત્ પ્રથમ ચોગ્યતાના ગુણ આવ્યા પછી આત્મગુણો ધણી સહેલાઈથી પ્રગટ થાય છે. થાતા કયા ગુણસ્થાનકે હોય તો ધર્મધ્યાનને અધિકારી થાય? તે પ્રશ્નનો ઉત્તર ધ્યાનદીપિકામાં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે - अप्रमत्तप्रमत्ताख्यौ मुख्यतः स्वामिनौ मतौ / चत्वारः स्वामिनः कश्चित् उक्ता धर्मस्य सूरिभिः / / 136 / / છા ગુણસ્થાનકવાળા પ્રમત અને સાતમાં ગુણસ્થાનકવાળા અપ્રમત ધ્યાતાઓ મુખ્યતાએ ધર્મધ્યાનના અધિકારી માનેલા છે. કેઈ આચાર્યોએ ચેથાથી સાતમા સુધીના ગુણસ્થાનકવાળાઓને એ પ્રમાણે ચાર ગુણરથાનકવાળાઓને અધિકારી કહ્યા છે. કારણું કે ચેથાગુણસ્થાનકે સમ્યકત્વ ગુણ પ્રગટ થાય છે. તે જે અંશે આત્મગુણ પ્રગટ થાય છે તે અંશે ત્યાંથી ધર્મધ્યાનની શરૂઆત માનવી જોઈએ. અપેક્ષા દષ્ટિએ બંને માન્યતાઓમાં તથ્ય છે. –ધ્યાનદીપિકા પૃ. 191, પૃ. 200 ધ્યાતાનું વિશેષ લક્ષણ આ પ્રમાણે મળે છે - तत्राऽऽसन्नोभवन्मुक्तिः किंचिदासाद्य कारणम् / विरक्तः कामभोगेभ्यस्त्यक्तसर्वपरिग्रहः // 41 // ( પાદવ પૃ. 233 ઉપર. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org