________________ ઢાળ 5/21 ( સાદિ પણ અનંત અને અતીન્દ્રિય સુખ ) મૂળ - સાદિ અનન્ત અતીન્દ્રિય સુખ, ભાગાં કર્મ જનિત સાવિ દુખ ભવ નાટિક સંસારી તણ, જાણે દેખું પણિ નહી મણા.૨૧ બો - તિહાંથી સાદિ વલતે નાશ નથી તે માર્ટિ, અનંત, ઈન્દ્રિય સાધ્ય સુખ નથી તે માટે અતીન્દ્રિય સુખ, સ્વભાવ જનિત, કર્મ જનિત સુખ તે સર્વ દુઃખમયી છે તે કર્મ સવિ ભાગમાં વિણઠાં. તિહાં રહ્યા હુંતા સિદ્ધ સઘલા સંસાર નાટિક જોઈ છઈ. જાણઈ . વિશેષ રીતઈ દેખઈ છે. સામાન્ય રીતિ કિસી વાતની મણું નથી. નાટિક કોઈ તેહથી જેણારનઈ ઘણે સુખ.૨૧ શબ્દાર્થ - સાદિ અનંત ... ... જેની આદિ છે પણ અંત નથી તેવું. અતીન્દ્રિય સુકખ.. સ્વભાવ જનિત સુખ. (ઈન્દ્રિય જનિત સુખે સર્વે દુઃખમય હોય છે.) ભાગાં વિનષ્ટ થયાં. જાણે... ... સામાન્યરીતે જાણે. દેખે ... ... ... ... વિશેષ રીતે દેખે. મણુ... . . . .. ઉણપ. ભાવાર્થ:-- સિદ્ધપણું મેળવ્યા પછી સિદ્ધને સિદ્ધિ સ્થાનમાં જેની આદિ છે પણ અંત નથી એવું અતીન્દ્રિય સુખ હોય છે. અર્થાત સિદ્ધિમાં ગયા પછી સિદ્ધને જે સુખ મળે છે તે અનંતકાળનું શાશ્વતિક અને અતીન્દ્રિય સુખ હોય છે. કેમકે તેમને કર્મોથી ઉત્પન્ન થતું સુખ નાશ પામ્યું છે. તેમાં અનંતજ્ઞાન અને અનંત દર્શનને ધારણ કરીને સિદ્ધિમાં રહેલા હોવાથી સંસારીઓનાં ભવભ્રમણનાં નાટક નિહાળે છે અને જાણે છે. વસ્તુતઃ એમને એવા નાટકથી ઉત્પન્ન થતા સુખની જરૂરત હોતી નથી કેમકે મુક્તિમાં તેમને કઈ વાતે ઉણપ નથી. 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org