________________ થમ **** ઢાળ 5/20 ( સિદ્ધિ ગતિને પ્રકાર ) મૂળ: ધૂમ અલાબુફલ દંડાભાવ, ચકાદિક રીતિ ગતિભાવ; સમય એકે લોકાંતિં જાય, સિદ્ધ સરૂપ સદા કહેવાય...૨૦ ટબે– જિમ ધૂમ ઇંધણથી છૂટે ધૂમ આકાશે જાઈ, જિમ પાકું અલાબું કહેતા તુંબડું ત્રટકીને વેગલું જાઈ, જિમ દંડ વિના ચક્ર પૂર્વાભ્યાસે ફિરં તિમ એણઈ જાઈ કર્મના બ્રમણ વિના પણિ અનાદિ અભ્યાસઈ ઉંચે જાઈ. એક સમયમાંહિં લેકાગ્ર સ્થાન જાઈ. ધર્માસ્તિકાયના અભાવથી અલોક મધ્યે પણિ ન જઈ સકઇ. તિહાં સદા સિદ્ધ સરૂપી કહવાઈ. તિહાં કેહ રૂપ છે તે રૂપ પામ્યો...૨૦ શબ્દાર્થ - ઈંધણ-બળતણથી જે ધૂમાડો છૂટે તે. અલાબુફી.. . તુંબડું. દંડાભાવ .... .... ચાકડો ફેરવવાના દંડ વિના. ચકાદિક રીતિ .... ચાકડે જેમ પૂર્વાભાસે ફરે તેમ. ગતિભાવ .... ..... અનાદિ અભ્યાસે ગતિ કરે. સમય... ... ... ક્ષણ (એકમાં) લોકાંતિ ..... .... લેકના અગ્રસ્થાને. ભાવાર્થ કાગે જનાર સિદ્ધ આત્મા જેમ ધણમાંથી છૂટેલો ધુમાડો હલકો હેવાથી ઉપર જાય, જેમ અલાબુફલ એટલે તુંબડા ઉપરના માટીના લેપ ઉખડી જવાથી પાણીની સપાટી ઉપર તરી આવે તેમ કર્મબંધન વિનાને આત્મા લેકના અગ્ર ભાગે જાય છે. જેમ કુંભાર એકવાર દંડથી ચાકડે ફેરવે પછી દંડની જરૂરત રહેતી નથી અને ચાકડે પૂર્વ અભ્યાસથી ફર્યા કરે તેમ જીવ પણ એક સમયમાં લોકાંતે જાય છે અને ત્યાં તે સદા પિતાના સ્વરૂપમાં સ્થિર રહીને રહે છે. 20 સરખા: लाघवयोगाद् धूमवदलाबुफलवच्च संगविरहेण / बंधनविरहादेरंडवच्च सिद्धस्य हि गतिरुव॑म् // 6 // - યોગશાસ્ત્ર. પ્રકાશ-૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org