________________ ઢાળ 522 ( આ પ્રકારે પરમેષિમંત્ર શિવસુખનું સાધન ) મૂળ: ઈણિ પરિ તે પરમેષ્ટી મંત્ર, શિવસુખ સાધનને એ તંત્ર, નેમિદાસ કહે એમ વિચાર, જ્ઞાનવિમલ પ્રભુને આધારરર બે - એણુઇ પ્રકાર પરમેષ્ટિ મંત્રને મહામહિમા મોક્ષનાં સુખ સાધવાન એ મહાતંત્ર ઉપાય છઇ. સાહ નેમિદાસ રામજી એહ વિચાર નેકાર મંત્રને કહે છઈ. શ્રી જ્ઞાનવિમલસૂરિ ગુરુ વચનનો આધાર પામીનઈ પિતાને પણિ કાંઈક અનુભવ સિદ્ધિ આતમ સ્વરૂપી હુંતઈ.૨૨ શબ્દાર્થ - નેમિદાસ વિચાર ઈણિ પરિ ... ... ... એ પ્રકારે. તંત્ર, મહાતંત્ર ઉપાય. શાહ નેમિદાસ રામજી. રાસ રૂપે જે વિચાર રજૂ કર્યો છે તે. જ્ઞાનવિમલ પ્રભુ .... .... જ્ઞાનવિમલસૂરિ. ભાવાર્થ - એ પ્રકારે મોક્ષના સુખ સાધવાને પરમેષ્ઠિ મંત્રની સાધનાને મહાતંત્ર એટલે કે જે ઉપાય તેને હું શાહ નેમિદાસ રામજી તેને મહામહિમા સહિત રાસરૂપે દર્શાવું છું. આ, ગુરુ શ્રી જ્ઞાનવિમલસૂરિના વચનને આધારે છે એટલે કે આ સઘળું તેમની કૃપાને પ્રતાપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org