________________ હાલ 5/18 ( સિદ્ધ ભગવંતનું ધ્યાન તે રુપાતીત છે. ) મૂળ - ચિદાનંદ પરમાતમ અમૂર્ત, નિરંજન સવિ દેષ વિમુક્ત; સિદ્ધધ્યાન તે રૂપાતીત, ધ્યાતા તન્મયતાની રીત...૧૮ ટો - ચિદાનંદ જ્ઞાનને પરમાનંદ અમૂર્તિ, અરૂપી, પરમ આપ (ત્મ) રૂપ નિરંજન, રાગદ્વેષને સંગ અંજન નથી. સકલદોષથી મુક્ત એહવા સિદ્ધનું ધ્યાન તે રૂપાતીત કહી. તે ધ્યાનઈ પિતાનઈ તન્મયપણું રૂપાતીતપણું કહી...૧૮ શબ્દાર્થ - ચિદાનંદ ..... .... જ્ઞાનને પરમાનંદ. અમૂર્ત .. . અરૂપી. નિરંજન .. ... રાગદ્વેષનું અંજન એટલે તેને સંગ જેને નથી તે પરમાત્મા. સિદ્ધ ... .... સકલ દેષથી મુક્ત-વિમુક્ત. ભાવાર્થ - જ્ઞાનતત્ત્વ અને આનંદતત્વના સમવાયરૂપ, સર્વોત્તમ આત્મા-પરમાત્મા જે અરૂપી, સઘળા દો (કર્મ) થી વિમુક્ત એવા સિદ્ધ ભગવંતનું ધ્યાન તે રૂપાતીત છે. તેનું નિરંતર ધ્યાન કરનાર યોગી ( ગ્રાહ્ય ગ્રાહક ભાવ વિનાનું) તન્મયપણું પામે છે.....૧૮ * સરખાવોઃ अमूर्तस्य चिदानंदरूपस्य परमात्मनः / निरञ्जनस्य सिद्धस्य, ध्यानं स्याद्रूपवर्जितगू // 1 // –ોગશાસ્ત્ર પ્રકાશ-૧૦ અર્થ :-- આકૃતિ રહિત, જ્ઞાનાનંદ સ્વરૂપ, નિરંજન, કમરહિત) સિદ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. 28 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org