________________ ઢાળ પ/૧૪ ( નિર્વાણ સમયને યોગ નિરોધ ) મુળી: જે નિર્વાણ સમયને પ્રાગ, નિરૂદ્ધ યોગ કેવલી લાગ; સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ નામ, ત્રીજું શુકલધ્યાન એ નામ....૧૪ ટ - નિર્વાણકાલ અંતમુહૂર્ત પહેલાં જે કાયાદિ યોગને ધ કે જે કેવલી કરાઈ છઈ સૂક્ષિમ ક્રિયા નિર્નિમેષાદિક પણિ તે પ્રતિપાતી છઇ ને માહિં જે સૂક્ષમ ક્રિયા નિવૃત્તિ તેહથી પદાર્થો આઘે જાસઈ તે માટઈ પ્રતિપાતી કહઈ તે શુકલધ્યાનનું ત્રીજું નામ સૂક્ષમક્રિય (અ) પ્રતિપાતી કહીઈ...૧૪ શબ્દાર્થ - પ્રાગ ... ... ... પૂર્વે, પહેલાં નિરૂદ્ધ યોગ .... .... કાયા આદિ યોગને નિરોધ લાગ ... ... ... (કેવલી) કરે. ભાવાર્થ - મોક્ષ ગમનના અવસરે પહેલાં કેવલી ભગવંતને મન, વચન અને કાયાના (બાદર) યોગને નિરોધ થાય છે એટલે કે તેમને સૂફમક્રિય-અપ્રતિપાતી નામનું ત્રીજું શુકલધ્યાન છે.૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org