________________ [ 203] ઢાળ 5/9 વિવરણ - પાત્રતા વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પરિણામ આપતું નથી. તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે જીવને વૈરાગ્ય પાત્રતા આપે છે. આમ આ સંસારથી છૂટવા ઈચ્છતા જીવને-મુમુક્ષુઓને વેરાગ્ય પરમ સાધન છે. જેના ચિત્તમાં લેશ માત્ર ત્યાગ-વૈરાગ્ય નથી તેને તવજ્ઞાન ન થાય, એમ પુરુ. કહે છે તે સાવ સત્ય છે. આ કાળ તેના પ્રત્યક્ષ પૂરાવારૂપે છે. આ કાળને પરમ જ્ઞાનીએએ દુષમ કહો છે તે વારતવિક છે. જે કાળમાં જીવોને આત્મહિતના સાધને દુષ્કર થઈ પડ્યા હોય, તત્વજ્ઞાન-આત્મજ્ઞાનની પ્રાપ્તિ પરમ દુર્લભ હોય, તે કાળ કેવળ દુષમવિષમ કહેવા ગ્ય છે. આ સંસારરૂપી રણભૂમિકામાં (દુષમકાળમાં) કાળરૂપી ગ્રીષ્મના ઉદયને ન દે, એવી સ્થિતિનો તે કેઈક જ જીવ હશે. સંસાર સ્વરૂપનું જ્ઞાન અને સંસાર ઉપર ઠેષ એ બને કારણોથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. સમકિતવંત જ્ઞાતા પુરૂષે સંસારની નિર્ગુણતા નિચે જુએ છે, એટલે તેમને વૈરાગ્યની પ્રાપ્તિ સહેજે થાય છે. જ્યાં હદય વિષયાસક્ત હોય ત્યાં વૈરાગ્ય ટકી શક્તિ નથી. જ્યારે અજ્ઞાનને નાશ થાય, ત્યારે વિષયોનું સાચું સ્વરૂપ તથા લોકનું સ્વરૂપ સમજવામાં આવે છે. સંસારના ભેગો પૈગલિક છે, પરવરતુ છે અને વિરક્તભાવે રહેવું એ સ્વવતુ છે, એવા સતત વિચારથી ભેદજ્ઞાન થતાં આત્મસ્વરૂપ એળખાય છે. જ્ઞાનનું ફળ ઉદાસીનતા છે. એટલે જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે મનુષ્યને સંસારથી ઉદાસીન ભાવ વર્તે છે. વસ્તુને વસ્તુગતે જોઈને આત્મભાવે રહેવાની સમવૃત્તિને દાસીન્યભાવ કહેવાય છે. જેમને પામવા યોગ્ય આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે, એટલે જગના અન્ય પદાર્થો પરથી જેમની આસક્તિ નષ્ટ થઈ છે, તેથી હાનાદાન- ત્યાગવાનું અને ગ્રહણ કરવાનું કાંઈ રહેતું નથી. આવી રીતે ઈષ્ટ અનિષ્ટ વસ્તુના અભાવે મહાત્મા મુનિઓને ઉદાસીનતા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org