________________ [202] ઢાળ 59 1. આજ્ઞાવિચય, 2 અપાયરિચય, 3 વિપાકરિચય અને 4 સંસ્થાનવિચય. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે આજ્ઞાવિચય-વીતરાગની આજ્ઞાનું ચિંતન, અપાયરિચય-રાગદ્વેષરૂપી અપાય વિજ્ઞરૂપે છે તેનું ચિંતન. વિપાકવિચય-કર્મના શુભ અને અશુભ ફળનું ચિંતન. સંસ્થાનવિચય લકતું પુરુષાકૃતિરૂપે ચિંતન. * ઋતવ્યાપાર-જ્ઞા-કરવા યોગ્ય અર્થને ઉપદેશ તે આજ્ઞા. આજ્ઞાવિચય-સમકિતપૂર્વકના શ્રાવકના 12 વ્રત, 11 પ્રતિમા, 5 મહાવત, ભિક્ષુની 12 પ્રતિમા, શુભધ્યાન, શુભ ચોગ, જ્ઞાન-દર્શન-ચારિત્ર અને છકાયની રક્ષા ઈત્યાદિમાં વીતરાગની આજ્ઞાની આરાધના માટે એક સમય માત્ર પણ પ્રમાદ ન કરે અને ચતુવિધ તીર્થના ગુણકીર્તન કરવા તે આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય છે. + અપાયરિચય-જીવને જેનાથી દુઃખ ઉત્પન્ન થાય છે તેનો વિચાર-મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અશુભયોગ, 18 પાસ્થાનક, છકાયની હિંસા વગેરે દુઃખના કારણે જાણીને તેને ત્યાગ કરવાનું વિચાર-તે અપાયવિચય ધર્મધ્યાન કહેવાય છે. * વિપાકવિય-શુભાશુભ કર્મના ઉદયથી જીવ જે સુખ દુઃખનો અનુભવ કરે છે, તેને વિચાર કરે તે.. જ્ઞાનાવરણીયાદિ કર્મનું સ્વરૂપ ચિંતવવું, કર્મના સ્વરૂપને સમજીને સમભાવ ધારણ કરે, અર્થાત્ કઈ પર પણ રાગદ્વેષ ન કરવા-તે વિપાકવિય ધર્મધ્યાન કહેવાય છે. ક સંસ્થાનવિચય-ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ સ્વભાવવાળા અનાદિ અનંત લોકની આકૃતિનું ચિંતન કરવું તે સંસ્થાનવિય ધર્મધ્યાન કહેવાય છે. આવી રીતે દાનાદિમાં (1) સામાન્ય અને વિશેષ ઉપયોગવાળા થઈને. (2) વિશુદ્ધ પરિણામ અને અધ્યવસાયવાળા થઇને, (3) અર્થમાં નિર્મળ ઉપગ રાખીને, (4) સમ્ય વિશુદ્ધ વીર્ય સાથે, (5) અત્યંત તદપિત થઈને, (6) આશા કે અપેક્ષા રહિત વૃત્તિથી સુનિયુક્ત થઈને, ચિંતન કરતાં વિશુદ્ધ ધર્મધ્યાન ઉપજે... 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org