________________ ઢાળ 5/7 ( શુદ્ધપ્રતીતિધર જિનબિંબ દેખે. ) મૂળ - ઈત્યાદિક બહુલા વિસ્તાર, બહુશ્રત મુખથી ગ્રહીઈ સાર; શુદ્ધ પ્રતીત જે નર હોય, મધ્યે દેખું શ્રી જિન સોય.૭ ટો - ઇત્યાદિ ઘણા વિસ્તાર બહતના મુખથી જાણવા. ચોગપાતંજલિ, રોગશાસ્ત્ર, દવાનરહસ્ય, મંત્રચૂડામણિ, ધ્યાને પનિષત્ પ્રમુખ, પંચપરમેષ્ઠિ પદકારિકા, અષ્ટપ્રકાશી શ્રી સિદ્ધસેન દિવાકર (સૂરે) કૃત ઈત્યાદિક બહુ ગ્રંથ છે. તે શુદ્ધપ્રતીતધર જે નર હાઈ તેહનઈ ધ્યાન ધારણા છે. અથવા તે શ્રી જિનનું બિબ હદયમધ્યે ધ્યાનમઈ દેખઈ.......૭ શબ્દાર્થ - બહુલા ..... ....... .. ... અનેક, ભિન્ન ભિન્ન. બહુશ્રત મુખથી ગ્રહીએ . ગીતાર્થના મુખેથી સાંભળીએ, સમજીએ. શુદ્ધ પ્રતીત .. ... ... શુદ્ધ પ્રતીતિધર ઈષ્ટ વસ્તુને શુદ્ધ પ્રતીતિધર. ઈષ્ટ વસ્તુને સાધવાનું બળ મંત્રમાં નિશ્ચિત રહેલું છે, એ જે દઢ નિશ્ચય તેને શુદ્ધ પ્રતીતિ, વિશ્વાસ અથવા શ્રદ્ધા કહેવામાં આવે છે. મધ્યે.. ... .. ... ... હૃદયમાં શ્રી જિન .. ........ ..... શ્રી જિનનું બિલ્બ, સેય.... . .. ...... .... તે જ. ભાવાર્થ - આ ધાન પ્રક્રિયાને અનેક પ્રકારે વિસ્તાર છે. તે કોઈ ગીતાર્થ પાસેથી સાંભળીને સમજ. આ માટે નીચે પ્રમાણે ગ્ર વાંચવા વિચારવાની ટબાકાર ભલામણ કરે છે. 1. યોગદર્શન ( શ્રી પતંજલિ ) 2. યોગશાસ્ત્ર ( શ્રી હેમચંદ્રાચાર્ય ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org