________________ ઢાળ 5/5 ( શાસનધુરા...ચાલુ ) મૂળ - દેખઈ પાંચુ એહના ધણી, દેખઈ પંચ એહને પણિ ગુણ; સાધ્ય સાધન સાધકના ભેદ, ત્રિર્યો છઈ પણિ હોઈ અભેદ...૫ બે -- એ મંત્રરાજનો ધણી એ પાંચઈ અરિહંતાદિક પદનઈ દેખઈ. એ પાંચે ગુણી પદ તે એહ મંત્રના ધ્યાનારનઈ પણિ દેખાઈ. સાધ્ય 1. સાધન 2. સાધક 3 એ વિષ્ણુ ભેદ યદ્યપિ છઈ પણિ પરં પરાઈ અભેદ એક રૂપઈ છઈ. સાધ્ય સાધન તે સાધકાન્તભૂત છઈ....૫ શબ્દાર્થ - દેખાઈ ... ... ... ... ચક્ષુ વડે પિતાની સામે પ્રત્યક્ષ દેખાતા હેય તેમ દેખે. ધણી ... ... ... ... સાધક, ધ્યાતા. પંચ પણિ ગુણિ .... ... પાંચેય ગુણીઓ પાણ. ગુણીએ અહીં–અભયના ધામ અરિહંતદેવ, અકરણના ધામ સિદ્ધદેવ, અહમિન્દ્ર સમાન ગુણના ધામ આચાર્ય ભગવંત, તુલ્ય સમાન પણની સાધનાવાળા ઉપાધ્યાય ભગવંત અને આચાર ક૯૫માં સાવધાનીવાળા સાધુ ભગવંત. સાધ્ય સાધન સાધકના ભેદ...આ ત્રણેય પ્રકારે સાધકમાં અંતજ્ત થાય છે. ભાવાર્થ - એ મંત્રરાજને ધણી અરિહંત વગેરે પાંચેય પદને જુએ છે અને એ મંત્રરાજનું ધ્યાન કરનારને પણ એ પાચેય અભય, અકરણ અહમિન્દ્ર, તુલ્ય અને કલ્પના ધામરૂપ દેખે છે. એટલે કે અંગોમાં અનુભવાતા હોય, તન્મયતાને પામી જતા હોય તેવો અનુભવ થાય છે. સાધુ, સાધન અને સાધક ત્રણેમાં ભેદ છે. છતાં પ્રણિધાનની પરંપરાએ એ ત્રણેય અભેદ એટલે એકરૂપ થાય છે. સાધ્ય અને સાધન એ બન્ને સાધકમાં અન્તભૂત-અંદર રહેલા છે તે અનુભવ થાય છે...૫ 25 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org