________________ ઢાળ 1/4 ( શાસન ધુરા.....ચાલુ ) મળ: પંચાચારે પાવન થાય, તે એ પંચપીડ લહવાય; વિતરાગ નહીં પણિ ઉપશમ રાગ, એ ધ્યાને હોઈ ઈમ પરભાગ....૪ ટો - પાંચ આચારઈ કરી પવિત્ર થાઈ તે પંચાચાર કેહા-જ્ઞાનાચાર 1, દશનાચાર 2, ચારિત્રાચાર 3, તપ-આચાર 4, વીર્યાચાર પ એ પંચાચાર તિવારઈ એ પાંચપીઠનું પામવું થાઈ. વીતરાગ ન લેઈ તેહઈ પણિ ઉપશમ રાગવંત હેઇ. એ ધ્યાનથી પરમ પ્રકૃણ પરભાગ ગુણેકર્ષને ધણું થાયઈ....૪ શબ્દાર્થ - પંચપીઠ .. .... સૂરિમંત્રના પાંચપીઠ (1) વિદ્યાપીઠ, (2) મહાવિદ્યાપીઠ, (3) ઉપવિદ્યાપીઠ, (4) મંત્રપીઠ અને (5) મંત્રરાજ પીઠ. લહવાય .. .. પામવું થાય, પમાય. ધ્યાને હાઈ પરભાગ...ધ્યાનથી ગુણત્કર્ષનો ધણું થાય, ધ્યાન વડે દર્શન, જ્ઞાન, ચારિત્ર તપ અને વીર્ય એ પાંચ ઉત્કૃષ્ટ ગુણોને ધારક થાય. ભાવાર્થ - જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચારથી પવિત્ર હોય તેવા આચાર્ય ભગવંત એ સૂરિમંત્રના પાંચ પીઠને પામી શકે છે. તેની સાથે અભેદપ્રણિધાન સાધી શકે છે. આચાર્ય ભગવંત વીતરાગ ન થાય પણ ઉપશમ-રાગવંત એટલે જેને રાગ શાંત થયો છે એવા તે જરૂર થાય અને એ ધ્યાનથી તે પરમપ્રકૃણ અતિ ઉત્તમ ગુણત્કર્ષના ધણું થાય છે. અથવા અતિ ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરે છે.......૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org