________________ ઢાળ 4/20 ( આવા અવલંબનથી મેક્ષપ્રાપ્તિમાં વિલંબ નહીં ) મૂળ: અવલંબે વિલંબ ન થાઈ કરણ અપૂર્વનઈ વિર્ય સહાય. ભ૦. 20 બ:- એહવા ધ્યાનનું અવલંબવું તેહિ જ મેક્ષ પ્રાપણનઈ વિલંબ ન થાઈ શીઘ કાર્ય. કારી થાઈ. અપૂર્વકરણ-વીર્યના સહાયથી અનેક પ્રકારની તથાભવ્યતાવશિ રચના હોઈ...૨૦ શબ્દાર્થ :- કરણ અપૂર્વ .... અપૂર્વકરણ ( આ બીજું અપૂર્વકરણ છે અને તે સામર્થ્ય યોગના પ્રથમ ભેદરૂપ છે. ) વીય સહાય ... વીર્યરૂપી ગુણના કુરણની સહાયથી. ભાવાર્થ એવા ધ્યાનનું અવલંબન લેતાં મોક્ષ-પ્રાપ્તિમાં વિલંબ થતો નથી. અર્થાત્ આરાધકને એવું ધ્યાન સામર્થ્ય યોગના પ્રથમ ભેદરૂપ ધર્મ સંન્યાસ હોવાથી શીઘ્ર ફળદાયી થાય છે. આ અપૂર્વકરણ આઠમાં ગુણસ્થાને સંભવે અને ત્યાં વીર્યની-આત્મ શકિતની સહાયથી તથાભવ્યતાવશ હોય છે એટલે કે પ્રત્યેક ભવ્ય જીવ તે તે પ્રકારની દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિ સામગ્રી પામીને મુક્તિ મનની યોગ્યતા પામે છે....૨૦ ધમસંન્યાસનો કાળ આઠમાથી બારમા ગુણસ્થાન સુધી હોય અને ત્યાં અખંડ ઉપવેગ અને અવિચ્છિન્ન આત્મસ્થિરતાને કારણે પુણ્યાનુબંધી પુણ્યનો અભાવ હોય છે અને માત્ર નિજરે હોય છે. - તથાભ બતાવશ–તથાભવ્યતાને આધીન, જેવી તથાભવ્યતા હોય તેવી રીતે પ્રગતિ થાય છે. ભવ્યતા તે મુનિગમન યોગ્યતા. તથાભવ્યતા એટલે તે તે પ્રકારની દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ સામગ્રી પામીને મુક્તિએ જવાપણું. તે સામગ્રી પ્રત્યેક ભવ્ય જીવને ભિન્ન ભિન્ન હોય છે, તે " તથા ' શબ્દથી સૂચિત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org