________________ (168] ઢાળ 4/16 પાછળ આ ઢાળની અગિરમી કડીમાં દર્શાવ્યા પ્રમાણે અહીં સાધના સ્પષ્ટ રીતે બે શ્રેણિમાં વહેંચાઈ જાય છે. (1) ઉપશમશ્રેણિ અને (2) ક્ષપકશ્રેણિ. ઉપશમશ્રેણિમાં કષાયનો ક્ષય નહિ પણ ફક્ત ઉપશમ થયેલો હોવાથી અગિઆરમે ગુણસ્થાને પહોંચ્યા પછી કષાય ઉછળી આવે છે, તેથી સાધકને અવશ્ય પડવાનું થાય છે, એટલે કેવળ ઉપશમશ્રેણિ કાર્યસાધક નથી. આડમાથી બારમા ગુરથાન સુધીનો કાળ દરેકને જઘન્ય એક સમય અને ઉષ્ટ અંતર્મુહૂર્તને છે. આ કાળ ઘણો સૂક્ષમ છે. એટલે આ ગુણરથાની ભૂમિકા માત્ર એકાગ્ર ચિત્તના ધ્યાન સ્વરૂપે છે. અને તે પાનમાં અનન્ય ચિતનથી શુદ્ધ સ્વભાવ પ્રગટ થવાનો છે. ક્ષપકશ્રેણિમાં ઉત્તરોત્તર ચડતા જઈને અપૂર્વ પુરુષાર્થથી ઘાતી કર્મોનો સમૂ ળગે નાશ કરીને શુદ્ધ સ્વભાવ પ્રગટ કરવાને છે. અહીં નિષ્કપ સુમેરુદનથી “અપ્રતિપાતિ ક્ષાયિક સમકિત” નિર્દિષ્ટ છે અને “નિર્મલ વિધુ” થી “શુદ્ધ સ્વભાવ” નિર્દિષ્ટ છે....૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org